યાત્રાધામ પાવાગઢ ખાતે એક મોટી દુર્ઘટના ટળી
પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગરએ મહાકાળી માતાના મંદિરે ભક્તોને પહોંચાડવા માટે યાત્રાળુઓની સુવિધા માટે બનાવવા માં આવેલી રોપ વેનો કેબલ ટ્રેક પરથી ઉતરી ગયોહતો. મળતી માહિતી મુજબ યાત્રાળુઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે, સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી છે. આ ઘટનાને પગલે ઉડન ખટોલામાં બેઠેવા લોકોનો જીવ અદ્ધર થઈ ગયો હતો . રોપ વેનો કેબલ ટ્રેક પરથી ઉતરી જતાં અડધો કલાક સુધી શ્રદ્ધાળુઓથી ભરેલી ડોલીઓ હવામાં લટકતી હતી. જેના કારણે રોપ વેમાં બેઠેલા શ્રદ્ધાળુઓના શ્વાસ અદ્ધર થયા હતા. ઉષા બ્રેક નામની કંપની પાવાગઢ ખાતે રોપ વેનું સંચાલન કરે છે. તેમજ પાવાગઢ રોપવેની લંબાઈ 736 મીટર છે.
કાલ સાંજના સમયે મંદિરે મહાકાળી ના દર્શન અર્થે આવેલ શ્રદ્ધાળુઓ ડુંગર પર આવેલ માતાજીના મંદિર સુધી પહોંચવા રોપ-વે માં માંચી ખાતેથી સવાર થયા હતા. બેસ્યા પછી અધવચ્ચે પહોંચતા રોપ-વેના પિલર નંબર- 4નો કેબલ ગરગડીમાંથી ઉતરી જતાં રોપ-વે સેવા ખોટવાઇ ગઇ હતી. અને 10થી વઘુ શ્રદ્ધાળુઓ બોગીમાં સવાર રોપ-વે માં અધવચ્ચે હવા માં લટકી પડ્યા હતા. આ ઘટના થતાં જ તાત્કાલિક ગરગડી પર કેબલને ફરીવાર ચડાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈને પણ કંઈ ઇજા થઇ નથી . ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ત્યાં પોહચી હતી.