મદુરાઈ ટ્રેનમાં આગ લાગતા 10 લોકો બળીને ભડથુ, 50 દાઝયા
ટ્રેનના ખાનગી કોચમાં આગ ફાટી નીકળી . તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે શનિવારે સવારે લગભગ 5.15 વાગ્યે લાગી હતી. જ્યારે ટ્રેન મદુરાઈ યાર્ડ જંકશન પર રોકાઈ હતી. આ પછી 5.45 વાગ્યે ફાયર બ્રિગેડે આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું. સવારે 7.15 કલાકે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. માત્ર ખાનગી કોચમાં આગ લાગી હતી . આગ બીજા કોચમાં ફેલાતી અટકાવવામાં આવી હતી . આગની જ્વાળાઓ વધતી જોઈને રેલવેએ તરત જ બાજુના કોચને અલગ કરી દીધા, જેથી આગ અન્ય કોચમાં ફેલાઈ ન શકે. આગમાં એક કોચ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. અકસ્માતમાં યુપીના 10 શ્રદ્ધાળુઓનાં મોત થયા હતા. જ્યારે 50 લોકો દાઝી ગયા છે. યુપીના 63 શ્રદ્ધાળુઓ ખાનગી કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે કોચ પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસ સાથે જોડાયેલ હતો. આ કોચ 17 ઓગસ્ટે લખનઉથી દક્ષિણ ભારતના તીર્થધામો માટે ભારત ગૌરવ એક્સપ્રેસ સાથે જોડાઈને રવાના થયો હતો.
સિલિન્ડરના કારણે આગ લાગી હતી . રેલવે અનુસાર, કોઈપણ વ્યક્તિ IRCTCથી કોચ બુક કરાવી શકે છે, પરંતુ સિલિન્ડર લઈ જવા પર પ્રતિબંધ છે. આમ છતાં મુસાફરો સિલિન્ડર લઈને સવાર થયા. જે ગેરકાયદે રીતે લઈ જવામાં આવ્યું હતું . DRM સહિત રેલવે અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે. ઘાયલ લોકોને મદુરાઈની સરકારી રાજાજી કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના બે વીડિયો સામે આવ્યા છે, જેમાં એક મહિલા અને કેટલાક મુસાફરો બચાવો-બચાવોની બૂમો પાડી રહ્યા છે. થોડીવાર પછી તેમનો અવાજ બંધ થઈ જાય છે. રેલવે કર્મચારીઓ અગ્નિશામક સાધનો અને પાણીનો મારો કરી રહ્યા છે. પરંતુ, આગ એટલી ભયાનક હતી કે તેને કોઈ અસર થતી નહોતી.
મદુરાઈના કલેક્ટર એમએસ સંગીતાએ જણાવતા કહ્યું કે કોચમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ યુપીના રહેવાસી હતા. આ કોચ બે દિવસ મદુરાઈમાં રહેવાનો હતો. આજે સવારે મુસાફરો કોફી બનાવવા માટે સ્ટોવ ચાલુ કર્યો ત્યારે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો . રેલવેએ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર આપવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ પોતે આ ઘટના પર નજર રાખી હતી . દરેક ક્ષણે અપડેટ લીધી હતી. રેલવેમંત્રી અશ્વિની વાર્શ્નેય સાથે વાત કરી હતી. મુખ્ય સચિવ ગૃહે કમાન સંભાળી લીધી છે. સ્થાનિક અધિકારીઓ અને રેલવે અધિકારીઓ સાથે વાત કર્યા બાદ યુપીના લોકોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. યુપી સરકારે ટોલ ફ્રી નંબર 1070, 94544410813, 9454441075 જાહેર કર્યા છે.
રેલવેએ મૃતકોનાં પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.