રાષ્ટ્રીય

નેતાઓના કાર્યનો ગુપ્ત રિપોર્ટ હવે સીધો મુખ્યમંત્રી કાર્યાલયમાં જશે

          લોકસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો જાગી ગયા છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોત પોતાના નેતાઓને પ્રજાઓની વચ્ચે જવા અને તેમની મદદ માટેની સૂચના આપી છે. ત્યારે આ વચ્ચે રાજ્ય સરકાર એક્ટિવ બની છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેવુ કામ કર્યું છે અને કામ કરે છે કે નથી કરતા તેની ચકાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરી છે. જેમાં નેતાઓ પર ધ્યાન રાખવામાં આવશે. હવે ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યો, જે-તે જિલ્લાના અધિકારીઓ કેવા કેવા કામની ભલામણ કરે છે અને કેવી રીતે કામગીરી કરે તેનો એક રિપોર્ટ તૈયાર થશે. તેનું મૂલ્યાંકન તમામ જિલ્લાઓના વડા અધિકારીઓએ તેનો ગુપ્ત રિપોર્ટ સીધો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચાડવાનો રહેશે. આ તમામ માહિતી ગુપ્ત રીતે ગાંધીનગર પહોંચાડવામાં આવી રહી છે. સરકાર દ્વારા આ તમામ જિલ્લા કક્ષાએ ગુપ્ત આદેશ આપવામાં આવ્યો છે. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામનો રિપોર્ટ આપવામાં આવશે. આ રિપોર્ટમાં જણાવવાનું રહેશે કે, તેમના સ્થાનિક નેતાઓ કેવી રીતે કામ કરે છે.

    પાંચ દિવસ પહેલાં જ ગુજરાત સરકારે એક પરિપત્ર જાહેર કરેલો કે તમામ અધિકારીઓએ ચૂંટાયેલાં જનપ્રતિનિધિ, ધારાસભ્ય, સાંસદ, જિલ્લા કે તાલુકા પંચાયત પ્રમુખો, નગરપાલિકા પ્રમુખો વગેરે ના ફોન નંબર સેવ રાખવા. તેમના ફોન અચૂક ઉપાડી જવાબ આપવા અને જો મીટીંગ બીટીંગમાં વ્યસ્ત હોય તો પીએ મારફતે મેસેજ આપવો કે સાહેબ મીટીંગમાંથી ફ્રી થઈને તમને તુરંત વળતો ફોન કરશે.

          આમ એટલા માટે કરવામાં આવે છે કેમ કે , ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીઓ પર રૌફ જમાવતા હતા, જેથી અધિકારીઓની નારાજગી સામે આવી છે. સાથે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીઓ સાથે તોછડું વર્તન કરતા હોવાનું સામે આવ્યુ હતું. તેમજ પોતાનું કામ કઢાવવા માટે અધિકારીઓ સાથે ખરાબ વહેવાર કરતા હતા. તેમજ પોતાનું ધારેલુ કામ જ થવુ જોઈએ તેવો આગ્રહ રાખતા હતા. આ બાબતની અનેક ફરિયાદો ઉઠી હતી. તેથી સરકારના કેટલાક મુખ્ય વિભાગના જિલ્લાના વડા અધિકારીઓને આ રિપોર્ટ સોંપવાની જવાબદારી અપાઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x