ગાંધીનગર

એડીઆર ગાંધીનગર દ્વારા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આયોજિત ૧૦ કી.મી રનમાં ૩૦૦ રનર્સે ભાગ લીધો

ગાંધીનગર ખાતે રવિવારે સવારે ખુશનુમા વાતાવરણમાં અમદાવાદ અને ગાંધીનગરના કુલ ૩૦૦ રનર્સે ૧૦ કિલોમીટર રનમાં ભાગ લઈને દોડ પૂર્ણ કરી હતી. અમદાવાદ ડિસ્ટન્સ રનર્સ એટલે કે એડીઆર અને એનું ગાંધીનગર વર્ઝન એટલે એડીઆર ગાંધીનગર ગ્રૂપના કેપ્ટન મેરેથોન રનર જગતભાઈ કારાણી દ્વારા આ યુનિક રનનું આયોજન કરવામાં આવ્યું હતું.

રવિવારે સવારે ગાંધીનગર ટાઉન હોલથી આ દોડની શરૂઆત થઈ હતી. ગાંધીનગર એસપી રવિ તેજા વાસમશેટ્ટી, આઈબી એસપી હરેશ દુધાત, એડીઆરના હેમલ શાહ અને એડીઆર ગાંધીનગરના જગત કારાણી દ્વારા ફ્લૅગ ઓફ કરાવી આ દોડ ખુલ્લી મુકવામાં આવી હતી. સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન, મહાત્મા મંદિર, દાંડી કૂટીર, સિગ્નેચર બ્રીજ, રેલવે સ્ટેશન અને હોટલ લીલા માર્ગ પર આ દોડ આયોજિત કરવામાં આવી હતી.

આ દોડમાં ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવતા રનર્સ અને એમા પણ ખાસ અલ્ટ્રા મેરેથોન રનર લિહાસ ત્રિવેદી હાજર રહ્યા હતા. ગાંધીનગર રનર્સ ગ્રૂપના ડૉ. ગુંજન જૈન, સંજય થોરાત, બ્રિજેશ કુમાર, ભરતભાઈ પટેલ, ડૉ. પ્રણવ જોષીપુરા, બીજુ પિલ્લાઈ, દુર્ગેશ પંચાલ, જીતેન્દ્ર ઉપાધ્યાય, ડૉ. રાજેન્દ્ર સોમપુરા વગેરે હાજર રહ્યા હતા.

એડીઆર ગાંધીનગરના કેપ્ટન જગતભાઈ કારાણી, વાઇસ કેપ્ટન જયશ્રી પરમાર, પ્રદીપ ગેહલોત, મહેશ મીના અને રજનીકાંત પરમાર દ્વારા સમગ્ર રૂટ પર પાણી અને જ્યૂસની વ્યવસ્થા કરવામાં આવી હતી. રૂટ પર ઠેક ઠેકાણે ઢોલ નગારા વગાડીને રનર્સનો પાનો ચઢાવવામાં આવ્યો હતો.

આ એડીઆર ગાંધીનગર રનમાં ૭૫ વર્ષના વડીલથી લઈ ૧૨ વર્ષ સુધીના ટીનેજર્સે ભાગ લીધો હતો. આ દોડમાં ૧૦૦થી વધુ તો મહિલાઓ દોડી રહી હતી. ગાંધીનગરના માર્ગ પર આયોજિત આ દોડ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ સમગ્ર કાર્યક્રમનું દમદાર એન્કરીંગ ડૉ. જીજ્ઞાસા ઠુમ્મર અને મહેશ મીના દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એસપી રવિ તેજા વાસમશેટ્ટી છેક છેલ્લે સુધી હાજર રહી રનર્સનો ઉત્સાહ વધાર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x