રાષ્ટ્રીય

મુંબઈમાં ચાલી રહેલી બેઠકમાં INDIA ગઠબંધને કોઓર્ડિનેશન સમિતિની જાહેરાત કરી

મુંબઈમાં INDIA ગઠબંધનના સાથી પક્ષોની બેઠક ચાલી રહી છે. મુંબઈમાં ચાલી રહેલી બેઠકમાં INDIA ગઠબંધને કોઓર્ડિનેશન સમિતિની જાહેરાત કરી દીધી છે. સતત બીજા દિવસે આ બેઠકમાં ઘણા મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. તેમાં 13 સભ્યો સાથેની કોઓર્ડિનેશન સમિતિ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે હજુ સુધી સંયોજક અંગે કોઈ નિર્ણય લેવાયો લેવામાં આવ્યો નથી. મુંબઈમાં ચાલી રહેલી બેઠકમાં INDIA ગઠબંધને કોઓર્ડિનેશન સમિતિની જાહેરાત કરી દીધી છે. આ 13 સભ્યોની કોઓર્ડિનેશન સમિતિમાં સંજય રાઉત, સ્ટાલિન, લલન સિંહ, મહેબુબા મુફ્તી, ડી.રાજા, ઓમર અબ્દુલ્લાહ, શરદ પવાર, કે.સી.વેણુગોપલ, તેજસ્વી યાદવને પણ આ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. અભિષેક બેનરજી, રાઘવ ચઢ્ઢા, હેમંત સોરેનને પણ આ સમિતિના સભ્યો બનાવાયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x