તહેવારોની સીઝનમાં ઘરેલુ પુરવઠો વધારવા ખાંડના નિકાસ પર પ્રતિબંધ લગાવી શકે છે સરકાર
ભારત ઓક્ટોબરથી આગામી ૧૧ મહિના સુધી ખાંડ નિકાસ પ્રતિબંધિત કરી શકે છે. ૭ વર્ષમાં આ પહેલીવાર હશે જ્યારે ભારત ખાંડ નિકાસ પર પ્રતિબંધ લગાવશે. ભારતના આ ર્નિણયથી અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિત કેટલાક દેશોમાં ચોખાના ભાવ પોતાના ઉચ્ચતમ સ્તરે છે. વરસાદની અછતના કારણે ઘઉંના પાકોમાં અછત આવી અને આગામી તહેવારોની સીઝનમાં ઘરેલુ પુરવઠો વધારવા માટે સરકાર ખાંડના નિકાસ પર પ્રતિબંધ લગાવી શકે છે. આ સમાચાર બાદ અરબ દેશોની ચિંતા વધી ગઈ છે. કારણ કે ભારત પહેલાથી જ ચોખા અને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ અને ડુંગળીના નિકાસ પર મોટા ચાર્જ લગાવ્યા છે, જેનાથી અરબ દેશોમાં આ વસ્તુઓની મોંઘવારી ચરમ પર છે. ખાંડ નિકાસ પર પ્રતિબંધના ર્નિણયથી અરબ દેશોમાં ખાંડનો મીઠો સ્વાદ પણ કડવો થઈ શકે છે.
ભારત દ્વારા ખાંડ નિકાસ પર પ્રતિબંધ અરબ દેશો માટે એટલા માટે પણ એક ચિંતાનો વિષય છે, કારણ કે ભારતના કુલ ખાંડ ઉત્પાદનની અડધી નિકાસ અરબ દેશોમાં થાય છે. ખાંડ પહેલાથી જ કેટલાક વર્ષોના ઉચ્ચતમ સ્તરે છે. તેવામાં ભારતમાં શેરડીના ઉત્પાદનમાં અછત વૈશ્વિક બજારમાં ખાંડના ભાવમાં વધારાનું કારણ બનશે. જેનાથી વૈશ્વિક બજારો ખાસ કરીને અરબ દુનિયામાં મોંઘવારી વધવાની પૂર્ણ સંભાવના છે, કારણ કે અરબ દેશ સૌથી વધુ ખાંડ ભારતથી આયાત કરે છે. જૉર્ડનમાં સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠનના પ્રમુખ સલાહકાર ફાદેલ અલ-જુબીનું કહેવું છે કે, ‘કેટલાક અરબ દેશ એવા છે જે ખાંડના ભાવમાં વધારાના ઝટકાને સહન નથી કરી શકે અને તેનાથી આ દેશોના આયાત, સ્ટોક અને સામાન્ય લોકો સુધી અસર પહોંચશે. તેવા સમયમાં તેમનો સ્થાનિક ચલણ પણ નબળું છે. તેનાથી અરબ દેશોમાં મોંઘવારી હજુ વધશે.
બેંગલુરુ સ્થિત તક્ષશિલા ઈન્સ્ટીટ્યૂશનના સહાયક પ્રોફેસર અનુપમ મનુરનું કહેવું છે કે, ‘ભારત તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધ અરબ દુનિયાને પોતાની જરૂરિયાતો પૂર્ણ કરનારા દેશોમાં વિવિધતા લાવવા માટે મજબૂર કરશે. પરંતુ વિકલ્પ બદલવામાં સમય લાગશે. તેવામાં સંભાવના છે કે, કેટલાક દિવસો માટે અરબ દેશોમાં ઉચ્ચ ખાદ્ય ફુગાવો જાેવા મળશે.’ હાલના વર્ષોમાં ભારત સૌથી ઝડપી વધતા ખાંડ નિકાસ દેશોમાંથી એક સાબિત થયો છે. ગત વર્ષ ભારત દુનિયાભરમાં ખાંડનો બીજાે સૌથી મોટો નિકાસ કરતો દેશ હતો. ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૫૭૦ કરોડ ડોલરની ખાંડની નિકાસ કરી, જ્યારે ૨૦૧૭માં ભારતે માત્ર ૮૧ કરોડ ડોલર ખાંડની નિકાસ કરી હતી. બ્રાઝીલ બાદ ભારત દુનિયાનો બીજાે સૌથી વધુ ખાંડની નિકાસ કરતો દેશ છે. ખાંડના વૈશ્વિક નિકાસમાં ભારતનું કુલ યોગદાન ૧૫ ટકા છે. આ સિવાય ભારત સરકારે ૧૯ ઓગસ્ટે ડુંગળીની નિકાસ પર ૪૦ ટકા ચાર્જ લગાવી દીધો હતો. સરકાર નોટિફિકેશન અનુસાર, ૩૧ ડિસેમ્બર સુધી ડુંગળીની નિકાસ પર આ ચાર્જ લાગૂ રહેશે.