નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર યોજવામાં આવ્યો
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ, ગુજરાત સરકાર) પ્રેરિત નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા ગાંધીનગર જિલ્લાઓની શાળાઓ માટે જિલ્લા કક્ષાના સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે” બાજરી એક શ્રેષ્ઠ ધાન અથવા લગભગ ફેટ રહિત ખોરાક” વિષય પર વિદ્યાર્થીઓએ પી.પી.ટી. અને ચાર્ટના માધ્યમ દ્વારા રજૂઆત કરી હતી.
સ્પર્ધાના મુખ્ય મહેમાન અને નિર્ણાયક તરીકે સરકારી વિનિયન અને વિજ્ઞાન કોલેજ બાવળાના પ્રોફેસર ડૉ ઉમેશ તરપદા અને વસંત પટેલ નિવૃત ઉપસચિવ, માર્ગ અને મકાન વિભાગ તેમજ નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ .અનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાયન્સ સેમિનારમાં ગાંધીનગર જિલ્લાની જુદી જુદી શાળાઓના ૨૭ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ વિષયના અનુરૂપ પોતાના વિચારો રજૂ કર્યા હતા. પ્રથમ ક્રમે નિસખા ત્રિવેદી, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને દ્વિતીય ક્રમે મહર્ષિ ચૌહાણ, અંબા સ્કૂલ ફોર એક્સેલન્સ, તૃતીય ક્રમે કરીના દંતાણી ,ભગિની વિદ્યાલય, નારદીપુર વિજય બન્યા હતા.
વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા થયેલ સ્પર્ધક આગામી સમયમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગાંધીનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિસર્ગ સાયન્સ સેન્ટરના સંયોજક શિવાંગ પટેલ, હાર્દિક મકવાણા અને હાર્દિક ભટ્ટે સક્રિય સહયોગ પૂરો પાડ્યો હતો.