ગુજરાતધર્મ દર્શન

સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો પર કાળો રંગ કરી તોડફોડ કરાઇ

સાળંગપુરના પ્રચલિત હનુમાનજીની પ્રતિમા નીચે સ્વામીનારાયણ સંપ્રદાયના સંત સામે હનુમાનજીને દાસ તરીકે દર્શાવવના મુદ્દે એક તરફ સાધુ-સંતોમાં ભારે ક્રોધ છે. એક વીડિયોમાં આ ભીંતચિત્રો ના વિવાદને લઈ એ ચિત્રો પર કાળો કલર લગાવતો અને નુકશાન કરતો સામે આવ્યો છે. પોલીસે શખ્સની અટકાયત કરી લીધી છે. સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને વિવાદ વકર્યો છે. હવે એક શખ્સનો વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ દ્વારા જે ભીંતચિંત્રો છે તેના પર કાળો રંગ લગાવવામાં આવે છે અને તેના હાથમાં રહેલી છડી દ્વારા ભીંતચિત્રો પર પ્રહાર કરવામાં આવી રહ્યો છે.

આ દરમિયાન ત્યાં પોલીસ પહોંચે છે અને તે શખ્સને ભીંતચિત્રો પર જે કૃત્ય કરવામાં આવતું હતું તેને અટકાવી દેવામાં આવે છે. એક બાદ એક હિન્દુ સંગઠનો તથા સંત સમાજના લોકો હવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધમાં સુર ઉઠાવી રહ્યા છે અને હનુમાન દાદાની સહજાનંદ સ્વામીના દાસ તરીકેના ભીંત ચિત્રોને હટાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે એક શખ્સ દ્વારા વિવાદિત ચિત્રો પર કાળો રંગ લગાવીને તોડફોડ કરવાની ઘટના સામે આવી રહી છે. સાળંગપુરમાં વિવાદિત ભીંત ચિત્રો પર એક ભક્ત દ્વારા લાગણી દુભાતા કાળો કલર લગાવી દેવામાં આવ્યો હતો. આ બાદ પોતાની પાસે રહેલા હથિયારથી ચિત્રો પર હુમલો કરીને તોડ ફોડ કરવાનો પ્રયાસ કરે છે.

સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે બાદ પોલીસ દ્વારા આ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. તો મંદિર પ્રશાસન દ્વારા હુમલાની ઘટનાને લઈને કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પ્રાઈવેટ બાઉન્સર અને પોલીસને ગોઠવવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x