સરખેજ વિસ્તારમાંથી હાઇટેક પદ્ધતિથી ગાંજાનું વાવેતર કરેલા છોડ ઝડપાયા
ગુજરાત રાજ્યમાં અન્ય જગ્યાઓ પરથી ડ્રગ્સ લાવીને તેનું વેચાણ કરવામાં આવતું હોય તેવી અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. સરખેજના ઓર્ચિડ લેગસી ફ્લેટમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇટેક પદ્ધતિથી કરવામાં આવતું ગાંજાનું વાવેતર કરેલા છોડ મળી આવ્યાં છે.
હાઇ પ્રોફાઇલ ફ્લેટમાં હાઇડ્રોપોનિક્સ પ્રકારના ગાંજાના લગભગ 100 જેટલા કુંડા મળી આવ્યાં છે. ફ્લેટ ભાડે રાખીને એક રૂમમાં જ તાપમાન જળવાઇ રહે તે પ્રકારની ટેકનોલોજીથી સર્કિટ લગાવીને રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. પોલીસએ હાલમાં એક યુવતી સહિત ત્રણ લોકોની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. આ અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા ત્યારબાદ હવે સરખેજ વિસ્તારમાંથી ગાંજાનું સૌથી મોટું વાવેતર ઝડપાયું છે.
ગુજરાતમાં આ પ્રકારે પહેલી વાર ગાંજાનું વાવેતર મળ્યું હતું આ જ બ્લોક પર ભાડે રાખેલા બે ફ્લેટમાં લગભગ 100 જેટલા કુંડાઓ મળી આવ્યા છે. જેમાં હાઇડ્રોપોનીક્સ પ્રકારના ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સાથે પોલીસએ એક યુવતી અને બે યુવકોને પણ ઝડપી લીધા છે.