રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ શિક્ષક દિવસની આપી શુભકામનાઓ

દેશભરમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​શિક્ષક દિવસ નિમિત્તે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોના યોગદાનને વંદન કર્યા હતા અને પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપી હતી.દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ પર શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે  શિક્ષકે અંદરના વિદ્યાર્થીને મરવા દેવો જોઇએ નહીં. શિક્ષકોએ બાળકોનું પ્રોત્સાહન વધારવુ જોઈએ. વિદ્યાર્થીઓનું મનોબળ વધારવુ જોઈએ. ક્યારેય સમયની અછત હોતી જ નથી. કામ કરવામાં ક્યારેય થાક લાગતો નથી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉના ટ્વિટર) પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘શિક્ષકો આપણા ભવિષ્યને ઘડવામાં અને સપનાને પ્રેરણા આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિક્ષક દિવસ પર અમે તેમને તેમના અતૂટ સમર્પણ અને સમાજ પર પ્રભાવ માટે સલામ કરીએ છીએ. ડૉ. એસ. રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x