CM પટેલના નિવાસસ્થાન ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, નવા મેયરના નામોની થઈ શકે છે જાહેરાત
ગુજરાત રાજ્યની 8 મહાનગરપાલિકા પૈકી ગાંધીનગર અને જૂનાગઢ કોર્પોરેશન બાદ કરતાં અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, જામનગર, ભાવનગર શહેરના મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનની પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ રહી છે. આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાન ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને ત્યારબાદ નવા મેયરના સત્તાવાર નામોની જાહેરાત કરવામાં આવશે. હવે છ કોર્પોરેશનમાં સેન્સ પ્રક્રિયા બાદ હવે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાન ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. બેઠકમાં નવા નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, ભાજપના હોદ્દેદારો અને રાજ્ય સરકારના અમુક પ્રધાનો કે જેને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં સમાવેશ થયો છે તેવા તમામ લોકો હાજર રહેશે. અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર, બરોડા અને ભાવનગર કોર્પોરેશનમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ રહી છે.