ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં ફરી ચોમાસું બન્યું સક્રિય: રાજ્યમાં 5 દિવસ વરસાદની કરાઈ આગાહી

રાજ્યમાં લાંબા વિરામ બાદ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય બન્યું છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની હતી. ઉભા ચોમાસુ પાક સુકાઈ રહ્યા હતા અને ખેડૂતોને પણ સિંચાઇ માટે ચિંતા સતાવતી હતી. પણ ફરી એકવાર ચોમાસુ સક્રિય થતાં ખેડૂતોમાં રાહત જોવા મળી રહી છે. અને એક નવી આશા બંધાઈ રહી છે.

વરસાદને લઈને હવામાન વિભાગે કરેલી ની નવી આગાહી મુજબ, રાજ્યમાં પાંચ 5 દિવસ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ રહેશે. 5 અને 6 સપ્ટેમ્બર કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં સર્જયેલ લો પ્રેશરના કારણે વરસાદના વાદળો બંધાય છે, જેથી ગુજરાતમાં 8, 9 અને 10 સપ્ટેમ્બરે વધુ વરસાદ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રના મોરબી, અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિત જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે જેથી રાજ્યમાં વરસાદ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત બે દિવસ બાદ સામાન્ય વરસાદ રહેશે.

ત્યારે જન્માષ્ટમીની પૂર્વ રાત્રિએ મેઘરાજાએ લાંબા વિરામ બાદ પધરામણી કરી હતી જેને લઈ ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.અગાઉ કરાયેલી આગાહી મુજબ વડોદરા, અરવલ્લી, દાહોદ, મહીસાગર તેમજ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે, હવામાન વિભાગની આગાહી વચ્ચે ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.

છેલ્લા 24 કલાકમાં નવસારીના વાંસદામાં પોણા ચાર ઈંચ, વલસાડના પારડી, ધરમપુરમાં સાડા ત્રણ ઈંચ, વલસાડ તાલુકામાં સવા ત્રણ ઈંચ અને વલસાડના કપરાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ ફરી ચોમાસું સક્રિય થયું છે. જેને લઈ તુવેર, મકાઈ, સોયાબીન સહિત મુર્જાતા પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો બીજી તરફ અસહ્ય ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા. તેવામાં વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારીના વાસદામાં નોંધાયો

છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x