રાષ્ટ્રીય

ISROના સૌર મિશન આદિત્ય L1 એ સેલ્ફી લીધી: અદભુત તસ્વીર આવી સામે

સૂર્યના રહસ્યોને ઉજાગર કરવા માટે આદિત્ય એલ1 પોતાના સફર પર છે. લગભગ ચાર મહિના બાદ સૂર્ય અને પૃથ્વીના અક્ષ પર સ્થિત એલ1 પોઈન્ટ પર તેને સ્થાપિત કરવામાં આવશે. ભારતીય અવકાશ એજન્સી ISROના સૌર મિશન આદિત્ય L1 એ સેલ્ફી લીધી છે. આ સેલ્ફીમાં આદિત્ય L1ના ઘણા ડિવાઇસ દેખાઈ રહ્યા છે. ઈસરોએ આ વાત સોશિયલ મીડિયા પર શેર કરી છે.

હાલ બીજી છલાંગમાં આદિત્ય 282 કિમી X 40225 કિમીના અંતર પર તે ચક્કર મારી રહ્યું છે. ત્રીજી છલાંગમાં તેને વધુ ઊંચાઈ પર પહોંચાડવામાં આવશે. આ બધા વચ્ચે ભારતીય અવકાશ એજન્સી ISROના સૌર મિશન આદિત્ય L1 એ સેલ્ફી લીધી છે. જેમાં ધરતી અને ચંદ્રમા બંને જોવા મળી રહ્યા છે.

ઈસરોઆદિત્ય એલ1એ મોકલેલી તસવીરમાં ધરતી અને ચંદ્રમા બંને જોવા મળી રહ્યા છે. જેમાં ચંદ્ર એક નાનકડાં પોઈન્ટ તરીકે દેખાય છે. ઈસરોએ ટ્વીટમાં લખ્યું છે કે સૂરજની સફર પર નીકળેલા આદિત્ય એલ1એ ધતી અને ચંદ્રમાની સેલ્ફી લીધી છે. આદિત્ય ભારત માટે ખાસ છે કારણ કે તે સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે, તેમાં 7 પેલર્સ પણ ફીટ કરવામાં આવ્યા છે, જેમાંથી 6 ભારતમાં જ બનાવવામાં આવ્યા છે. આ સાથે ભારતે પ્રથમ વખત એક એવું અવકાશયાન બનાવ્યું છે, જે આખો સમય સૂર્ય તરફ જોશે અને ચોવીસ કલાક અગ્નિને જોશે. વાસ્તવમાં, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જગ્યા આવે છે, જ્યાં બંનેની ઊર્જા અસર કરે છે અને તેઓ પોતાની તરફ ખેંચે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x