પૂર્વ મુખ્યમંત્રી અને TDPના અધ્યક્ષ ચંદ્રબાબૂ નાયડૂની કરાઈ ધરપકડ
2021માં આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં ભ્રષ્ટાચારના કેસમાં તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી છે. ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટએ શનિવારે આ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. ચંદ્રબાબૂ નાયડૂને 350 કરોડ રૂપિયાના કૌશલ વિકાસ કૌભાંડમાં એપી સીઆઈડીએ ધરપકડ કરી છે.
સીઆઈડીએ ચંદ્રબાબૂ નાયડૂની માટે ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કર્યું હતું. મામલામાં એફઆઈઆર 2021માં નોંધવામાં આવી હતી. ચંદ્રબાબૂ નાયડૂનું ધરપકડ વોરન્ટ સીઆરપીસીની કલમ 50(1)(2) અંતર્ગત જાહેર કરવામાં આવ્યું હતું.
આ મામલામાં પહેલા પણ 8 લોકોની ધરપકડ થઈ ચુકી છે. ચંદ્રબાબૂ નાયડૂને શનિવારે સવારે લગભગ 3 વાગ્યે ધરપકડ કરવા માટે એક ટીમ પહોંચી હતી. પોલીસની ટીમ જ્યારે ધરપકડ કરવા પહોંચી તો, ત્યાં એકઠા થયેલી ટીડીપી કેડરોએ તેનો વિરોધ કર્યો હતો.નાયડુની સવારે 3 વાગ્યે નંદ્યાલથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ શહેરના આરકે ફંક્શન હોલમાં સ્થિત તેમના કેમ્પમાં આરામ કરી રહ્યા હતા.