રાષ્ટ્રીય

G20માં પીએમ મોદીની આગળ ભારતની નેમપ્લેટ, બદલાશે દેશનું નામ ? અટકળો તેજ

દેશનું નામ ઇન્ડિયાથી બદલીને ભારત કરવામાં આવશે એ ખૂબ અટકળો થઈ રહી છે એવામાં દિલ્હીમાં જી20 શિખર સંમેલનની શરુઆત થઈ ચુકી છે. તો વળી વડાપ્રધાન મોદી જે ચેર પરથી સંબોધન કરી રહ્યા હતા, તેની સામે દેશનું નામ ઈંડિયાની જગ્યાએ ભારતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ પોતાના ભાષણમાં જી 20 શિખર સંમેલનને સંબોધન કરતા દેશનું નામ લેતી વખતે ભારત શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેથી ઉઠી રહેલી અટકળોને વેગ મળ્યો છે. આજે પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં ઈંડિયા જી20 પ્રેસિડેન્સીની જગ્યાએ ભારત જી20 પ્રેસિડેંસીનો ઉપયોગ કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે, ભારતની જી20 પ્રેસીડેંસી દેશની અંદર અને દેશની બહાર સમાવેશ અને સૌના સાથનું પ્રતીક બની ગયું છે. ભારતમાં તે પીપુલ્સ જી 20 બની ગયું છે. કરોડો ભારતીય તેનાથી જોડાયા, ગેશના 60થી વધારે શહેરોમાં 200થી વધારે બેઠક થઈ. આ અગાઉ પીએમ મોદીએ જી 20 શિખર સંમેલન સ્થળ ભારત મંડપમ પહોંચેલા વિશ્વભરના નેતાઓને હાથ મિલાવીને સ્વાગત કર્યું હતું.G20 સમિટ શરૂ થઈ ગઈ છે. પીએમ મોદીના ભાષણ સાથે સમિટની શરૂઆત થઈ. વડાપ્રધાનની સીટની સામે મૂકવામાં આવેલી પટ્ટી પર ભારત લખેલું છે. અગાઉ આવી બેઠકોમાં ઈન્ડિયા લખવામાં આવતું હતું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર પર લખ્યું, “આશા અને વિશ્વાસનું નવું નામ – ભારત.”

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x