ગુજરાત

ભાજપના નારાજ DY. CM @Nitinbhai_Patel સહિતના નેતાઓ કોંગ્રેસમાં જોડાશે અને ગુજરાતની સરકાર પડી ભાંગશે. જાણો વધુ…..

અમદાવાદ:

લોકસભાની ચૂંટણી આવતાની સાથે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયેલા પાસના નેતા હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેણે હાર્દિકે ભાજપ પર પ્રહારો કર્યા હતા. દેશના લોકોને રાજનીતિમાં સ્થાન મળે અને મહત્વ મળે તે માટે કોંગ્રેસ દ્વારા આજથી યુવાશક્તિનો કાર્યક્રમ યોજવામાં આવશે. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના નેતાઓમાં પણ નારાજગી છે.

ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર માટે કરોડો રૂપિયાનો પ્રચાર કર્યો છે, કોંગ્રેસના નેતાઓને ખરીદીને મહત્વનું સ્થાન આપવામાં આવી રહ્યું છે, જેથી ભાજપના કદ્દાવર નેતા જેવા કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ભાજપથી નારાજ છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિકાસના નામે લોકો પાસે ખોટા વોટ માંગી રહી છે. કેન્દ્રમાં કોંગ્રેસની સત્તા આવતા જ ગુજરાતની સરકાર પડી ભાંગશે. અને ભાજપના નારાજ નેતાઓ કોંગ્રેસમાં જોડાશે.
અસંખ્ય કાર્યકરો અને કાર્યકર્તાઓ ભાજપથી નારાજ
હાર્દિક પટેલે કહ્યું કે, ભાજપમાં પણ અસંખ્ય કાર્યકરો અને નેતાઓમાં ભાજપની જ કુટનીતિને કારણે નારાજ થઇ રહ્યા છે. લોકોમાં સરકાર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. મારો વિરોધ કરનારા લોકોને હું રોકી ન શકું, અને જો હું રોકવાનો પ્રયત્ન કરું તો નરેન્દ્ર મોદી અને મારામાં કોઇ પણ ફરક નહિ રહે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ખરીદ્યા પછી પણ ભાજપમાં નારાજગી છે.
કોંગ્રેસ દ્વારા દેશની સ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. દેશમાં ભારતીય જનતા પાર્ટીથી લોકો દુખી છે. વઘુમાં હાર્દિકે કહ્યું કે, મારા કોંગ્રેસમાં જોડાવાથી ભાજપના લોકો હેરાન થઇ રહ્યા છે, કોંગ્રેસ પાર્ટી પહેલા કરતા પણ મજબૂત બની છે.
ચૂંટણી લડવા અંગે શું કહ્યું હાર્દિકે
હાર્દિક પટેલને લોકસભાની ચૂંટણી અંગે પૂછવામાં આવેલા પ્રશ્નને લઇને તેણે જવાબ આપ્યો કે, મે કોંગ્રેસ પાર્ટીને જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લ઼ડવા માટે રજૂઆત કરી છે. પરંતુ પક્ષ જે પણ જવાબદારી આપશે તે કામ કરવા માટે હું પ્રયત્ન કરીશ. રાજનીતિમાં યુવા લોકો જોડાય તે માટે હું પ્રયત્ન કરીશ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *