ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને આજે 2 વર્ષ થયા પૂર્ણ
આજથી બે વર્ષ અગાઉ વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી રાજીનામાં બાદ ભાજપ હાઈકમાન્ડે સૌ કોઈને ચોંકાવી દેતા ગુજરાતની કમાન નવા ચહેરા એવા ભૂપેન્દ્ર પટેલને સોંપી હતી. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલનું નામ પ્રથમ વાર સી એમ તરીકે જાહેર કરવામાં આવ્યું. સૌના આશ્ચર્ય વચ્ચે ‘દાદા’ ના હુલામણા નામ થી ઓળખાતા ભૂપેન્દ્ર પટેલે પોતાની મૃદુ અને મક્કમ છાપ બે વર્ષના ગાળામાં જ ઉભી કરી નાખી. વર્ષ 2022ના વર્ષમાં સામે આવેલા નાના મોટા પડકારો અને પ્રશ્નો વચ્ચે મુખ્યપ્રધાને સાધેલા તમામ સાતેના સંકલને ગુજરાત ભાજપા માટે એ કરી બતાવ્યું કે જેના પ્રતાપે ભાજપ 156 બેઠક સુધી પોહચી ગયો.
ભૂપેન્દ્ર પટેલે આજથી બે વર્ષ અગાઉ 13 સપ્ટેમ્બર, 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આજે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે બે વર્ષ સફળરીતે પૂર્ણ થયા છે. ઘણા પડકારો અને ઘણા એવા નિર્ણયો પણ કર્યા જે રાજ્યની પ્રજા માટે લાભદાયી નીવડ્યા છે. ભૂપેન્દ્ર પટેલ શાંત અને સરળ સ્વભાવ ઘણું બધું કહી જાય છે અને કોમન મેન તરીકેની તેમની છબી ઉભી થઈ છે.