ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

આજથી વિધાનસભા સત્રનો થશે પ્રારંભ, ઈ- વિધાનસભાનું રાષ્ટ્રપતિ કરશે લોન્ચિંગ

ભારતના રાષ્ટ્રપતિ હાલ ગુજરાતની મુલાકાતે છે. અનેક કાર્યોના લોન્ચિંગ ને તેમની આ ખાસ મુલાકાત છે. ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સાથે સાથે ઇ-વિધાનસભાનું લોકાર્પણ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ કરશે. વિધાનસભામાં સવારે સંબોધન અને રાજભવનથી NEVAનું લોન્ચિંગ કરવામાં આવશે. વિધાનસભાનું ચોમાસુ સત્ર પેપરલેસ રહેશે. વન નેશન વન એપ્લિકેશન હેઠળ NeVA પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. ગુજરાત વિધાનસભા ડિજિટલ અને પેપરલેસ થશે. નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન એટલે NeVA થી ગુજરાતની વિધાનસભા પેપરલેસ થશે.વિધાનસભા કામગીરી સાથે જોડાયેલી બાબતોને એપ્લિકેશનમાં આવરી લેવાઇ.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસની ગુજરાત યાત્રા અંતર્ગત ગતરોજ મોડી સાંજે તેઓ રાજભવન પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વતીથી તેમના અગ્ર સચિવ રાજેશ માંજુએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ગાંધીનગર કલેકટર હિતેશ કોયા અને ગાંધીનગર પોલીસ સુપ્રિટેન્ડેન્ટ રવિ તેજા વસમશેટ્ટીએ પણ રાજભવનમાં રાષ્ટ્રપતિજીનું સ્વાગત કર્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x