લીબિયામાં પૂરે ડેરના શહેરમાં મચાવી તબાહી, 5000થી વધુ લોકોના મોત
લીબિયામાં વિનાશકારી તોફાન ડેનિયલ બાદ આવેલા પૂરે ડેરના શહેરમાં ભીષણ તબાહી મચાવી છે. ચારે કોર પાણી જ પાણી થઈ ગયું છે અને ઘણા લોકોના મોત થઈ ગયા છે. પૂરનું પાણી રવિવારે બંધ તોડીને શહેરમાં પ્રવેશી ગયું અને એક આખા વિસ્તારને પોતાની સાથે લઈ ગયું. ડેરનામાં અત્યાર સુધીમાં 1500 મૃતદેહો મળી ચૂક્યા છે. જો કે એ વાતની પૂરેપૂરી આશંકા છે કે મૃતકોની સંખ્યા તેનાથી ઘણી વધુ હશે. લીબિયામાં અમેરિકાના વિશેષ દૂત રિચર્ડ નાર્ટને કહ્યું કે અમે યુએનના ભાગીદારો સાથે સમન્વય કરતા લીબિયાને મદદ મોકલી રહ્યા છીએ. ઈજિપ્ત, કતાર, ઈરાન અને જર્મનીએ પણ પૂરથી તબાહ થઈ ચૂકેલા લીબિયાને મદદ મોકલવાની વાત કરી છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ અબુ લામોશાએ જણાવ્યાં અનુસાર ડેરનામાં મૃતકોની સંખ્યા 5300થી વધુ થઈ છે. પહેલા એમ્બ્યુલન્સ ઓથોરિટીએ મૃતકોની સંખ્યા 2300 જણાવી હતી. ચિકિઓતે જણાવ્યું કે મૃતકોની સંખ્યા ઘણી વધી શકે છે. કારણ કે ગૂમ થયેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે. શહેરને આફત પ્રભાવિત વિસ્તાર જાહેર કરાયો છે. અમેરિકા સહિત દેશો તરફથી મદદ કરવામાં આવી રહ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.