વિશ્વના સૌથી લોકપ્રિય નેતાના સર્વેમાં વડાપ્રધાન મોદી ટોચ પર
પોલિટિકલ ઇન્ટેલિજન્સ રિસર્ચ ફર્મ મોર્નિંગ કન્સલ્ટએ એક સર્વે કર્યો છે. જેમાં વિશ્વભરના 22 નેતાઓ પર એક સર્વે કરવામાં આવ્યો હતો. ગ્લોબલ લીડર એપ્રુવલ સર્વેમાં પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. પીએમ મોદીને 76 ટકા રેટિંગ મળ્યું છે જે વિશ્વના કોઈપણ નેતા કરતા વધુ છે. આમાં, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂ સિઓક-યુલ અને ચેક રિપબ્લિકના રાષ્ટ્રપતિ પેટ્ર પાવેલની મંજૂરી રેટિંગ માત્ર 20% જે સૌથી ઓછી છે.
વિશ્વના સૌથી લોકપ્રિય નેતામાં પીએમ મોદીને 76 ટકા રેટિંગ મળ્યું છે જે વિશ્વના કોઈપણ નેતા કરતા વધુ છે. સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ આ યાદીમાં બીજા સ્થાને છે, જેઓ પીએમ મોદીથી 12% નીચે છે. ખાસ વાત એ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન આ યાદીમાં સાતમા સ્થાને છે. તેને 40% રેટિંગ મળ્યું છે જે માર્ચ પછીનું તેનું સૌથી વધુ રેટિંગ છે.મોદીનું નામંજૂર રેટિંગ પણ સૌથી ઓછું છે , PM મોદીનું નામંજૂર રેટિંગ પણ વિશ્વમાં સૌથી ઓછું છે (માત્ર 18%). જ્યારે યાદીના ટોચના 10 નેતાઓમાં, કેનેડાના જસ્ટિન ટુડુનું નામ સૌથી વધુ 58% છે. ડિસએપ્રુવલ રેટિંગ એ આંકડો છે જેમાં સર્વેમાં સામેલ લોકો નેતાઓને નકારે છે અથવા નાપસંદ કરે છે.