ગાંધીનગરગુજરાત

કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા કોંગ્રેસને અલવિદા કહી વિધિવત ભાજપમાં જોડાયા

લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે પોતાના અધ્યક્ષ બદલી ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપી દીધી છે, ત્યારે બીજી તરફ ભાજપે પણ અત્યારથી જ રણનીતિઓ ઘડવાનું શરૂ કરી દીધું છે.

કોંગ્રેસ માંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફરી એક વિકેટ કોંગ્રેસમાંથી પડી છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા કોંગ્રેસને અલવિદા કહીને વિધિવત રીતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા તેમને ખેસ પહેરાવીને ભાજપમાં આવકારવામાં આવ્યા છે. હરેશ વસાવાની સાથે જ તેમના સમર્થકોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x