ગૂજરાત વિદ્યાપીઠમાં પશ્ચિમ ભારતની પુરાતત્વીય અને અભિલેખીય સંપદા યુગ યુગીન વિષય પર નેશનલ સેમિનાર યોજાયો
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે હીરક મહોત્સવ હોલમાં IQAC, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ ગૂજરાત વિદ્યાપીઠ તથા આર્કિયોલોજી એન્ડ એપિગ્રાફિ સોસાયટી બિકાનેરના સંયુક્ત ઉપક્રમે નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ ભારત ની પુરાતત્વીય અને અભિલેખિય સંપદા યુંગ યુગીન વિષય પર રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી વિવિધ સંશોધકો એ શોધપત્ર રજૂ કર્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક શ્રી ડૉ.ભરત જોષી ઉપસ્થિત રહી અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું. હડપ્પીય સંસ્કૃતિના અવશેષો અને સ્થળો વિશે વાત કરી હતી. મુખ્ય વક્તા તરીકે પૂર્વ નિયામક ગુજરાત રાજ્ય પુરાતત્વ ખાતું ગાંધીનગર ના શ્રી યદુવિર સિંહ રાવતએ વડનગરના 2500 વર્ષના સળંગ ઇતિહાસ વિશે પુરાતત્વીય અવશેષો અનેં ઉત્ખનન વિશે વિસ્તૃત ઉદાહરણ સહીત ચર્ચા કરી હતી. અતિથિ વિશેષ વક્તા તરીકે આર્કીયોલોજી એન્ડ એપિગ્રાફિ સોસાયટી બિકાનેરના અઘ્યક્ષ ડૉ.બી. એલ ભાદાણી એ પુરાતત્વ વિષય એ બધા વિષય સાથે કેવી રીતે સબંધ ધરાવે છે તથા સંશોધનમાં અન્ય શાસ્ત્રો સાથે મદદ રૂપ બને છે અને અમદાવાદ ના પુરાવસ્તું, રાજસ્થાનના પૂરાવસ્તું વગેરે બાબતો પર વ્યાખ્યાન આપ્યું હતું.
આર્કીયોલોજી એન્ડ એપીગ્રાફિ સોસાયટી બિકાનેર ના સેક્રેટરી ડૉ.રાજેન્દ્ર કુમાર એ પ્રાસંગિક પ્રવચનમાં આર્કીયોલોજી એન્ડ એપીગ્રાફિ સોસાયટી નો પરિચય અને કાર્યક્ષેત્ર વિશે વાત કરી તથા ભવિષ્યમાં કેવા કેવા પ્રોગ્રામ કરવાના છે તેના વિશે ચર્ચા કરી હતી. વરિષ્ઠ શોધ અધિકારી રાજસ્થાન પ્રાચ્ય વિદ્યા પ્રતિષ્ઠાન બિકાનેર તેમણે મુનિ જીનવિજય ના પ્રદાન અને કાર્ય વિશે વિદ્યાપીઠ અને રાજસ્થાન માં કામ કરેલ તેની વાત કરી હતી. સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખા ના ડીન અને ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ ના અઘ્યક્ષ ડૉ કનૈયાલાલ નાયકે સ્વાગત અને મહેમાનોનો પરિચય આપ્યો હતો . કાર્યક્રમ નું સંચાલન ડૉ. વિક્રમ સિહ અમરવત એ કર્યું હતું. વિવિધ વિષયો પર શોધપત્રો રજૂ થયા અને સમાપન બેઠકમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ શ્રી ડૉ.નિખિલ ભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતાં.
તથા વિશેષ અતિથિ તરીકે ડૉ.સુભાષ બ્રહ્મભટ્ટ એ ગુજરાતનાં ઇતિહાસમાં અને પુરાતત્વ ક્ષેત્રે કરેલ કામગીરી અને દ્વારકા નગરી તથા વિવિધ પ્રાચીન નગરીઓ વિશે અને પુરાતત્વ વિદો વિશે રસપ્રદ વાત કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ.મોતીભાઈ દેવું એ કર્યું હતું. આભાર દર્શન ડૉ.જેનામાં બેન એ કર્યું હતું. આ કાર્યક્રમમાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યાપક શ્રી ઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું. તેમાં ડૉ.કનૈયાલાલ નાયક, ડૉ.મુંજાલ ભિમડાદકર, ડો. રાજેન્દ્ર જોશી, ડૉ.વિક્રમ સિંહ અમરવત, ડૉ જેનામાં બેન, ડૉ.મોતીભાઈ દેવું ના સફળ આયોજન અને માર્ગદર્શન દ્વારા સફળ સેમીનાર યોજાયો.