ગુજરાત

જાણો PAAS કન્વીનર ધાર્મક માલવિયાએ હાર્દિક વિરુદ્ધ લાગેલા પોસ્ટર વિશે શું કહ્યું?

અમદાવાદ :

હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાયા બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS) અને પાટીદાર સમાજમાં હાર્દિક પટેલની શું સ્થિતિ છે તે અંગે PAASના સુરત ખાતેના કન્વીનર ધાર્મક માલવિયાએ કેટલીક સચોટ વાતો કરી છે.

ધાર્મિક માલવિયાએ કહ્યું કે અમદાવાદની મીટીંગમાં પોસ્ટરને લઈ હોબાળો કરવાની વાતના પરદા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ પોસ્ટરકાંડ શા માટે કરાયો અને હાલ સુરતમાં કેટલીક જગ્યાએ હાર્દિક અને PAASના વિરોધમાં પોસ્ટર અને બેનર લગાવવામાં આવ્યા છે તેની પાછળ સીધી રીતે ભાજપનો દોરીસંચાર છે. ચૂંટણી દરમિયાન PAASના સંગઠનને તોડી પાડવા માટે સ્ટંટબાજી કરવામાં આવી રહી છે. પરંતુ પાટીદાર સમાજ ભાજપના આવા પ્રકારના સ્ટંટને ઓળખી ગયો છે.

અમદાવાદમાં ગેટ ટૂ ગેધર રાખવામાં આવ્યું હતું અને આંદોલનની રૂપરેખા નક્કી કરાઈ ત્યારે PAASના બેનરમાં કોઈના પણ ફોટો નહીં મૂકવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બસ આટલી નોર્મલ વાતને હોબાળાનો સ્વરૂપ આપી દેવામાં આવ્યો હતો. બાકી મીંટીંગ શાંતિપૂર્ણ રહી હતી.

ધાર્મિકે કહ્યું હાર્દિક પટેલ PAASમાં પૂર્વ આંદોલનકારી હતા અને હવે તે કોંગ્રેસમાં જોડાયા છે તો હાર્દિક પટેલ પૂરતા PAAS પોતાનું કામ કરશે. હાર્દિક જ્યાંથી પણ ચૂંટણી લડશે ત્યાંથી PAAS એક પૂર્વ આંદોલનકારી તરીકે હાર્દિકને સપોર્ટ કરશે એમાં કોઈ બેમત નથી.

તેમણે કહ્યું કે વરાછાની સોસાયટીમા પોસ્ટર લાગ્યા હોવાનો પ્રોપેગેન્ડા કરવામાં આવી રહ્યું છે. પરંતુ વરાછા સહિચ સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ એકજૂટ છે. ભાજપ દ્વારા પાટીદાર સમાજમાં ભાગલા પાડવામાં સફળ નહીં થાય અને PAAS દ્વારા તેનો મક્કમતાથી સામનો કરવામાં આવશે અને અપપ્રચારને સંપૂર્ણ રીતે નિષ્ફળ બનાવવામાં આવશે. ભાજપને પાટીદાર સમાજ અવશ્યપણે જવાબ આપશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x