ગાંધીનગરધર્મ દર્શન

ગાંધીનગરમાં રામમંદિરની ભવ્ય પ્રતિકૃતિ સાથે કેસરિયા ગરબાનું આયોજન

ગાંધીનગર :

શહેરના સેક્ટર 11 રામકથા મેદાન ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા નવલી નવરાત 2023નુ આયોજન કરાયુ છે. 10 હજાર ચોરસ મીટર ક્ષેત્ર ધરાવતા મેદાનમાં ભવ્યાતિભવ્ય ગરબા યોજાશે. જેમાં ખેલૈયાઓ મોકળાશથી ગરબા રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મેદાનમાં 101 ફૂટ ઉંચું રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી સહિત રામભક્ત હનુમાનની મૂર્તિ એટલે કે રામ દરબાર સ્થાપિત કરાશે અયોધ્યાથી ખાસ રામ ભગવાનની ચરણ પાદુકા લાવી દર્શનમાં મૂકાશે, તે જ રીતે અંબાજીથી દીપ જ્યોત લાવી ગરબામાં પ્રજ્વલિત રખાશે.

સહાય ફાઉન્ડેશનના કેતન પટેલે કહ્યું હતું કે, ગાંધીનગરમાં સેવા પ્રવૃત્તિની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનના ભાગરૂપે ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા પ્રેરીત સહાય ફાઉન્ડેશન દ્વારા ગરબાનું આયોજન કરાયું છે. કેસરિયા ગરબા નવરાત 23માં આવનાર ખેલૈયા સહિત નાગરિકો માટે ખાણીપીણીના સ્ટોલમાં દરેક ચીજ વસ્તુ MRPથી જ મળશે, કોઈ પણ વસ્તુ વધારે ભાવથી વેચાશે નહી. અંગદાન મહાદાનની સામાજિક ચળવળને પ્રદર્શિત કરતા તેમજ અન્ય સામાજિક સંદેશાઓ આપતા વિવિધ સેલ્ફી પોઇન્ટસનું પણ નિર્માણ કરાશે. કેસરિયા ગરબા મહોત્સવના આંગણે પધારનાર ખેલૈયાઓ તેમજ ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે હાઈ રિજોલ્યુશન સી.સી.ટી.વી કેમેરા લગાવાશે ઉપરાંત ખાનગી સિક્યોરિટી એજન્સી અને પોલીસના જવાનો ખડેપગે રહેશે. ગરબામાં આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક સારવાર માટે બે હોસ્પિટલની ટીમ તૈનાત રહેશે. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ સ્ટેન્ડબાય મોડ પર રખાશે. ગરબા મહોત્સવ પરિસરમાં બ્રેથ એનેલાઇઝરનો જરૂર પડ્યે ઉપયોગ કરાશે. 12 હજાર ખેલૈયાઓ એક સાથે ગરબા રમી શકે તેવું ડસ્ટ ક્રી મેદાન તૈયાર કરાશે તેમજ 15 હજાર વ્યક્તિઓ માટે બેઠક વ્યવસ્થા અને વિશાળ પાર્કિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબા મહોત્સવ સ્થળનો રૂ.12 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. અયોધ્યામાં નિર્માણાધીન ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની 101 ફૂટ ઉંચી ઇકો ફ્રેન્ડલી પ્રતિકૃતિ પશ્ચિમ બંગાળના કારીગરો દ્વારા વાંસ અને કાપડના ઉપયોગથી 28 ઓગસ્ટથી તૈયાર કરાઇ રહી છે. એકમથી દશેરા સુધી નામાંકિત કલાકારો દ્વારા ગરબાની પ્રસ્તુતિ થશે, આઠમના દિવસે 51000 દિવડા સાથે મહાઆરતી યોજાશે. પ્રત્યેક નોરતે રાષ્ટ્રગીત બાદ ગરબાની શરૂઆત કરાશે. સાંજે 7:30 ક્લાકે માતાજીની આરતી શરૂ થશે અને આરતીની પૂર્ણાહુતિ સુધીમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમવા આવતી 300 મહિલા અને 200 પુરુષ ખેલૈયાઓને વિનામૂલ્યે પ્રવેશ અપાશે. સહાય ફાઉન્ડેશન દ્વારા નવરાત્રિની સાથે સાથે રાવણ દહનના કાર્યક્રમનુ પણ આયોજન કરાયુ છે. વર્ષો પછી પાટનગરવાસીઓ દશેરાના દિવસે રાવણ દહન જોઇ શકશે. રામકથા મેદાન ખાતે જ રાવણ દહન કાર્યક્રમ યોજવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x