ગાંધીનગર

ગાંધીનગર શહેરી વિસ્તારમાં ફટાકડાના વેપારનો હંગામી પરવાનો મેળવવા અરજી મંગાવાઈ

ગાંધીનગર :

આગામી દિવાળી-૨૦૨૩ના તહેવાર પ્રસંગે ગાંધીનગર શહેર વિસ્તારમાં હંગામી ૨૦૨૩ ફટાકડા લાયસન્સ મેળવવા માટે અરજી ફોર્મ નંબર.૪ લેવા માટે તા.૦૯.૧૦.૨૦૨૩ થી ૨૦.૧૦.૨૦૨૩ દરમિયાન કામકાજના ચાલુ દિવસોએ ગાંધીનગરની કલેકટર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતેથી કચેરી સમય દરમિયાન ૨૦ ઓક્ટોબરના દિવસે બપોરે ૨ વાગ્યા સુધી મળી શકશે. ભરેલા ફોર્મ તા.૨૦/૧૦/૨૦૨૩ના રોજ સાંજે ૫ વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. ફોર્મને જનસેવા કેન્દ્રમાં જ સંપૂર્ણ વિગતો ભરીને આધાર પુરાવા સહ કચેરી સમય દરમિયાન રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ મળેલ ફોર્મ કે અરજી ધ્યાને લેવામાં આવશે નહીં તેમ નિવાસી અધિક કલેકટરશ્રી ભરત જોશીએ જણાવ્યું છે.

નિવાસી અધિક કલેકટરશ્રી ભરત જોશીએ વધુમાં જણાવ્યું છે કે આગામી દિવાળી-૨૦૨૩ના તહેવાર પ્રસંગે ગાંધીનગર શહેર વિસ્તારમાં ફટાકડાનો હંગામી પરવાનો મેળવવા રસ ધરાવતા ઈસમોએ હંગામી ૫૨વાનાની અરજી ઉપર રૂા.૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવાની રહેશે. તેમજ ધ એક્ષપ્લોજીવ રૂલ્સ – ૨૦૦૮ના નિયમ સ્ક્રુટીની ફી રૂ.૩૦૦/- (ત્રણસો પુરા) તેમજ પ્રોસેસ ફી રૂ.૫૦૦/- (પાંચસો) આમ કુલ રૂ.૮૦૦/-(આઠસો) સદર પૈક “૦૦૭૦, ઓ.એ.એસ.સી.” સદરે જનસેવા કેન્દ્રમાંથી મંજૂર કરાવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા અથવા બેન્ક ઓફ બરોડામાં ચલનથી જમા કરાવીને એક નકલ અરજી ફોર્મ સાથે જોડવાની રહેશે જે રીફંડ મળશે નહીં. આ ઉપરાંત અરજદાર કોઈ ગુન્હામાં સંડોવાયેલા નથી તેવું પ્રમાણપત્ર તેના રહેણાંકના નજીકના પોલીસ સ્ટેશનમાંથી મેળવી અરજીપત્રક સાથે રજુ કરવાનું રહેશે. વધુમાં સંબંધિત ફાયર ઓફિસરશ્રીનો અભિપ્રાય પણ અરજી પત્રક સાથે રજુ કરવાનો રહેશે.

નિવાસી અધિક કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે ગાંધીનગર શહેરમાં સેકટર-૬, ૧૧, ૨૨ માટે જ હંગામી લાયસન્સ આપવાના છે. જેથી જે તે સેકટર પુરતી જ પ્લોટ મેળવવા માટે પસંદગી પ્રમાણે અરજી કરવાની રહેશે અને અરજીમાં પસંદગીના સેકટર નંબરની વિગત ફરજીયાત અરજી ફોર્મના પ્રથમ પાને જણાવવાની રહેશે તથા પસંદગીનું સેક્ટર ફક્ત એક જ દર્શાવવાનું રહેશે. પ્લોટની ફાળવણી ડ્રો ગાંધીનગર શહેર માટે કાર્યપાલક ઈજનેરશ્રી પાટનગર યોજના વિભાગ-૧, ગાંધીનગર અથવા અધિક્ષક ઈજનેરશ્રી પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગર અથવા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી, ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ અથવા કલેકટર કચેરી, ગાંધીનગર ધ્વારા કરવામાં આવશે અને જે પ્લોટ ફળવાશે તેમાં જ ધંધો કરવાનો રહેશે. ખુલ્લા પ્લોટ માટે ભાડાની રકમ ગાંધીનગર શહેર માટે કાર્યપાલક ઈજનેરશ્રી પાટનગર યોજના વિભાગ-૧, ગાંધીનગર અથવા અધિક્ષક ઈજનેરશ્રી પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગર અથવા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરી પૈકી જે કચેરીમાં ભાડુ વસુલ લેવામાં આવતું હોય તે કચેરીમાં જમા કરાવવાનું રહેશે.

નિવાસી અધિક કલેકટરશ્રીએ એમ પણ સૂચના આપી છે કે લાયસન્સ મેળવનાર વ્યકિતએ ધંધો જાતે જ કરવાનો રહેશે. અન્ય વ્યક્તિને ધંધો કરવા અધિકૃત કરી શકશે નહીં કે અન્યને વાપરવા આપી શકશે નહીં. પ્લોટ ઉપર સ્ટોલની વ્યવસ્થા, લાઈટની વ્યવસ્થા, ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા લાયસન્સદારે જાતે કરવાની રહેશે. લાયસન્સની શરતો પ્રમાણે આગ અકસ્માત માટેની સાવચેતીનાં પગલાં લાયસન્સદારે લેવાનાં રહેશે. આમ છતાં કોઈ દુર્ઘટના બનશે તો તેની જવાબદારી લાયસન્સ ધારકની રહેશે. જરૂર જણાયે લાયસન્સ માટે અરજી કરનારે વિમો લેવાનો રહેશે. હંગામી પરવાના સ્ટોલો માટે લેવાની થતી તમામ સબંધિત ખાતાઓની પરવાનગી જે તે અરજદારે જાતે મેળવી લેવાની રહેશે.

અરજી ફોર્મ સંપૂર્ણ વિગતો ભરીને આધાર, પુરાવા સહ ઉપરોક્ત સમયમાં રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ મળેલ અરજી ફોર્મ ધ્યાને લેવામાં આવશે નહિ તેમજ કોઇપણ સંજોગોમાં અધુરી વિગતોવાળી અરજી વિચારણામાં લેવામાં આવશે નહિ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x