GPSCની બે પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂફ રખાઇ, જાણો વિગત
ગાંધીનગરઃ
GPSC દ્વારા આજે આગામી દિવસોમાં લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેમાં વૈજ્ઞાનિક અધિકારી અને ભૌતિકશાસ્ત્રીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ GPSC પરીક્ષાઓ 9 નવેમ્બર 26 ના રોજ યોજાવાની હતી પરંતુ GPSC એ વહીવટી કારણોસર તેને સ્થગિત કરી દીધી છે. આગામી દિવસોમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.
અગાઉ મુલતવી રાખવામાં આવેલી પરીક્ષાની સૂચિત તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં એકાઉન્ટ ઓફિસર માટેની પરીક્ષા 1લી થી 4 નવેમ્બર દરમિયાન યોજાશે. ઉલ્લેખનીય છે કે એકાઉન્ટ્સ ઓફિસર માટે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જ્યારે સુપ્રિટેન્ડેન્ટ આર્કાઇવ્ઝની પરીક્ષા 9મી નવેમ્બરે લેવામાં આવશે. આ અંગે પણ જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે GPSC એ બે પ્રિલિમ પરીક્ષાઓ મુલતવી રાખી છે. જેમાં 9મી નવેમ્બરે સાયન્ટિફિક ઓફિસરની અને 26મી નવેમ્બરે ફિઝિસિસ્ટની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.