ગાંધીનગર

સ્થાનિક પ્રશ્નોને લઈ સેકટર પ વસાહત મંડળની બેઠક સે-પ મહાકાલી મંદિર ખાતે યોજાઇ 

સેકટર પ વસાહત મંડળની બેઠક સેકટર પ મહાકાલી મંદિર ખાતે સેકટર પ બી વિભાગના સ્થાનિક પ્રશ્નો માટે મળી સદરહુ બેઠકમાં સે પ બી વિભાગના વસાહતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમસ્યાઓ જેવી કે અપુરતા ફોસૅથી પીવાનું પાણી મળવું કોમનચોકમા સાફસફાઈ ગટરો ઉભરાવા દવાઓનો છંટકાવ સેકટર પ સરકારી દવાખાનું ચાલું કરવું દિનપ્રતિદિન વધતા નાનીમોટી ચોરીઓના બનાવો આંતરિક રોડ રસ્તા બનાવવા રિગરોડપરના દબાણો કુતરાઓ ગાયો વાદરાઓનો ત્રાસ વગેરે નાની મોટી સમસ્યાઓ રજુ કરવામાં આવી હતી તમામ રજુઆત ને સરકાર તથા મહાનગર પાલિકાના સંબંધિત વિભાગમાં રજુઆત કરવાની બેઠકમાં ઉપસ્થિત કેશરીસિહ બિહોલા પ્રમુખ ગાધીનગર શહેર વસાહત મહાસંઘ એ ખાત્રી આપી હતી. સદર હુ બેઠકમાં સેકટર પ ના રહીશ અને ગાધીનગર મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિહ ગોલ હાજર રહ્યા હતા

અને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું.આ બેઠકમાં સેકટર પ વસાહત મંડળના હોદેદારો ધનશાયમસિહ ગોલ જગદીશભાઈ પટેલ જશવંતસિંહ રાઠોડ પ્રવિણસિંહ સિસોદીયા નરેશભાઈ પરમાર હાજર રહ્યા હતા. આ ઉપરાંત સેકટર પ બી ના વસાહતીઓ ધમેન્દ્ર પ્રજાપતિ બાબુભાઈ દેસાઈ બચુભાઈ પટેલ સોમાભાઈ ચોધરી પ્રદીપ સિહ વાઢેર શિતલભાઈ છાયા વગેરે મોટી સંખ્યામાં હાજર રહી બેઠકમાં ભાગ લીધો હતો.

અંતમાં સેકટર પ નવરાત્રી મહોત્સવના પ્રમુખ અને ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિહ ગોલ દ્વારા સૌ ઉપસ્થિત વસાહતીઓ ને નવરાત્રીના નવ દિવસ હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું હતું અને. સહકાર આપવા વસાહતીઓ ને અપીલ કરવામાં આવી હતી .સેકટર પ બીના અગ્રણી બાબુભાઈ દેસાઈ એ સમગ્ર બેઠકનું સંચાલન કરવામાં આવ્યું.ધમેન્દ્ર પ્રજાપતિ એ આભાર વિધિ કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x