આજે અમદાવાદમાં ભારત-પાક વચ્ચે હાઇ વોલ્ટેજ મુકાબલો
આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મેચ રમાનારી છે. મેચને લઇને સવારથી અમદાવાદ શહેરમાં ક્રિકેટ ફીવર જોવા મળશે. પ્રેક્ષકોને 10 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવી શકે છે. 12.30 વાગ્યાથી સેનેમનીની શરૂઆત થશે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ ટોસ માટે મેદાનમાં ઉતરશે. વર્લ્ડ કપની શ્રેણીમાં ભારત અને પાકિસ્તાન 8મી વખત આમને-સામને ટકરાશે.
ખાસ વાત એ છે કે અત્યાર સુધીની 7 મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પછાડયું છે. ત્યારે આ સીલસીલો અકબંધ રાખવા માટે ટીમ ઇન્ડિયા મેદાને ઉતરશે. તો બીજી બાજુ પાકિસ્તાન પોતાના શિર પરથી સતત હારનો બદનામીનો તાજ હટાવવા જંગે ઉતરશે.
ભારતની ટીમની આગાહી: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ/ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન/શાર્દુલ ઠાકુર/શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ/મોહમ્મદ શમી
વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન સામેની મોટી મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. દરમિયાન, શુભમન ગિલના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતા, રોહિત શર્માએ કહ્યું કે તે મેચ માટે 99 ટકા ઉપલબ્ધ
છે.