કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા “સ્વ-સંચાલન થી સ્વ-વિકાસ” વિષય ઉપર કાર્યક્રમ યોજાયો
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ તાલીમાર્થીઓ માટે “સ્વ-સંચાલન થી સ્વ-વિકાસ” વિષય ઉપર ફોલોઅપ સેશનનું આયોજન તા: ૧૨ ઓક્ટોબર, ૨૦૨૩ સવારે ૯:૦૦ વાગ્યા થી ૧૨:૩૦ દરમિયાન બ્રહ્માણી કૃપા હોલ સેક્ટર-૨૩ ખાતે યોજાયું જેમાં સર્વ વિદ્યાલયની વિવિધ કોલેજો માંથી ૧૫૦ થી વધારે યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
વક્તા તરીકે અમદાવાદ સ્થિત એડવાઇસ એન્ડ અસિસ્ટ સંસ્થાના ડાયરેક્ટર શ્રી પરેશ ભટ્ટ ઉપસ્થિત રહી સ્વંવિકાસના પાઠ શીખવ્યા હતા. તેમણે સ્વ-સંચાલન માટે 4 D’s ની ફોર્મ્યુલા – ઇચ્છાશક્તિ (Desire), શિસ્ત (Discipline), સમર્પણ ભાવ (Dedication), નિયતિ (Destiny) સમજણ આપી હતી અને સાથે બિનજરૂરી ફેશન, સોશિયલ મીડિયા, અયોગ્ય મોજમસ્તી અને કાંડ કરે એવા મિત્રોથી દૂર રહેવાની સલાહ આપી હતી સાથે સારી આદતો, સારા વિચાળો કેળવી સંતુષ્ટ અને પ્રસન્ન જીવન જીવવાનું માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે જે યુવાનો દ્વારા સમાજ ઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓમાં અને સર્વ નેતૃત્વ તાલીમ શિબિરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેવા તમામને સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમનું સંચાલન એન્જીનીયરીંગની વિદ્યાર્થીની તાન્યા શાહ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સર્વનેતૃત્વના કોઓર્ડીનેટર ડૉ.ધર્મેન્દ્ર પટેલ,સુરજ મુંજાણી અને રાહુલભાઈ સુખડિયા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.