ગાંધીનગરગુજરાત

આજથી શારદીય નવરાત્રીનો થયો પ્રારંભ

આજથી શારદીય નવરાત્રીનો રંગારંગ પ્રારંભ થયો છે. આજે 15 ઓક્ટોબર 2023થી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે. શારદીય નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે ગરબાનું વિશેષ મહત્વ રહેલું છે. વિદેશોમાં પણ ગુજરાતની ઓળખ ગરબાથી થાય છે ગુજરાતીઓ તેમના ગરબા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. નવરાત્રીમાં માતાજીની ઉપાસનાનું મહાત્મ્ય હોય છે. ભક્તો માતાજીની આરતી કરી ગરબા રમી નવરાત્રીની ઉજવણી કરતા હોય છે. વર્ષમાં 2 મુખ્ય નવરાત્રી આવે છે ચૈત્રી નવરાત્રી અને શારદીય નવરાત્રી. ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આરાધનાનું ઘણું મહત્વ છે પરંતુ ભક્તો ઘરમાં ઘટસ્થાપન કરી માતાજીની નવ દિવસ પૂજા પણ કરે છે. શાસ્ત્રોમાં શારદીય નવરાત્રિના 9 દિવસ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે આ સમય દરમિયાન મા દુર્ગાની પૂજા કરીને આશીર્વાદ મેળવે છે, તેને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.

નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપન અથવા કળશ સ્થાપિત કરવાની પરંપરા છે. આ વખતે પ્રતિપદા તિથિ 15 ઓક્ટોબરે રાત્રે 11:52 કલાકે શરૂ થઈ રહી છે. આ સાથે ચિત્રા નક્ષત્ર પણ સાંજે 06.43 કલાકે છે. પંચાંગ અનુસાર, અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એટલે કે 15 ઓક્ટોબરે સવારે 11:38 થી બપોરે 12:23 સુધી કલશ સ્થાપના માટે અભિજિત મુહૂર્ત હશે.

શારદીય નવરાત્રી નોમ સુધી રહે છે અને દશેરાના દિવસે દેવી દુર્ગાનું વિસર્જન કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ 9 દિવસોમાં મા દુર્ગાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે અને અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. શારદીય નવરાત્રીમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x