આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટક્કર: જાણો કેવી હોઈ શકે છે પ્લેઇંગ ઇલેવન?
આજે વર્લ્ડ કપની 17મી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ બંને ટીમો અત્યાર સુધીમાં 3-3 મેચ રમી ચૂકી છે. ભારતે તેની ત્રણેય મેચો જીતી છે, અને બાંગ્લાદેશે માત્ર એક જ મેચ જીતી હતી, જે પછી તે સતત બે મેચ હાર્યા બાદ ભારત સામે ટકરાશે. આ મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણેમાં રમાશે. ભારતીય ટીમની આ ચોથી મેચ હશે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને હરાવી દીધું છે. બાંગ્લાદેશ પોઈન્ટ્સ ટેબલમાં સાતમા નંબર છે. શાકિબ અલ હસનની ટીમ 3 મેચ રમી છે, જેમાં બેમાં હારી છે. જ્યારે અફઘાનિસ્તાન સામે જીત મેળવી છે. ભારતીય ટીમ 3 મેચ બાદ 6 પોઈન્ટ્સની સાથે પોઈન્ટસ ટેબલમાં બીજા નંબરે છે. આ ટુર્નામેન્ટમાં કોઈપણ ટીમ કોઈપણ ટીમને હરાવી શકે છે, જે આપણે અત્યાર સુધીની બે મેચમાં જોઈ છે. અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા, જ્યારે નેધરલેન્ડે ફોર્મમાં ચાલી રહેલી દક્ષિણ આફ્રિકાને હરાવીને આ ટુર્નામેન્ટમાં બીજો અપસેટ સર્જ્યો હતો. આવી સ્થિતિમાં ભારત ઈચ્છશે નહીં કે બાંગ્લાદેશ આ ટૂર્નામેન્ટમાં મોટો અપસેટ સર્જનારી ત્રીજી ટીમ બને. તેથી ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે પણ જોરદાર રીતે ઉતરશે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર/મોહમ્મદ શમી, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડયા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
બાંગ્લાદેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
શાકિબ અલ હસન (કેપ્ટન), તૌહીદ હૃદોય, મુશ્ફિકુર રહીમ (વિકેટકીપર), તન્ઝીદ હસન, લિટન દાસ, તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, નઝમુલ હુસૈન શાંતો, મેહદી હસન મિરાજ, મહમુદુલ્લાહ, મુસ્તાફિઝુર રહેમાન.