અમેરિકાએ ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમનો સામનો કરવા નવા પ્રતિબંધો કર્યા જાહેર
ઈઝરાયલ અને હમાસ યુદ્ધ વચ્ચે એક મોટા સમાચાર સમયે આવી રહ્યા છે. યુદ્ધને લઇ અમેરિકાએ ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમોનો સામનો કરવા માટે નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ અગાઉ બ્રિટન, ફ્રાન્સ અને જર્મની પહેલાથી જ આ મુદ્દે જાહેરાત કરી ચૂક્યા છે. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ ઈરાન પર મિસાઈલ અને પરમાણુ પ્રતિબંધો જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આપેલી માહિતી અનુસાર, ઈરાનની બેલેસ્ટિક મિસાઈલ અને UAV કાર્યક્રમોનો સામનો કરવા માટે અમેરિકા નવા પ્રતિબંધો લાદી રહ્યું છે. તમને જણાવી દઈએ કે અમેરિકાએ ઈરાન પર એવા સમયે પ્રતિબંધ લગાવ્યો છે જ્યારે ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન પ્રોગ્રામ પર 2015માં સુરક્ષા પરિષદ દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધ ખતમ થવા જઈ રહ્યો છે.