વર્લ્ડ ટૂરિઝમ ઑર્ગેનાઇઝેશને કચ્છના ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકેનું સન્માન આપ્યું
ગુજરાતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વધુ એક ગૌરવ મેળવ્યું છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધોરડો ગામને વિશ્વ પ્રવાસન સંસ્થા દ્વારા 54 શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગનાઇઝેશન દ્વારા દર વર્ષે વિશ્વના બેસ્ટ ટૂરિઝમ વિલેજનો એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે 2023 માટે કચ્છના ધોરડોને બેસ્ટ ટૂરિઝમ વિલેજનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ધોરડોએ G20ની ભારતની અધ્યક્ષતા હેઠળ પ્રભાવશાળી જૂથની પ્રથમ પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કર્યું હતું.
વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગનાઇઝેશન દ્વારા દર વર્ષે વિશ્વના બેસ્ટ ટૂરિઝમ વિલેજનો એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે 2023 માટે કચ્છના ધોરડોને બેસ્ટ ટૂરિઝમ વિલેજનો એવોર્ડ આપવામાં આવ્યો છે. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશનએ તેના ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની 2023ની યાદી જાહેર કરી છે. વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે,
આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને લેન્ડસ્કેપ્સ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓના જાળવણીમાં અગ્રેસર છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ધોરડો ગામની વસ્તી આશરે 600 લોકોની છે. કેન્દ્રિય પ્રવાસન મંત્રાલય દ્વારા X(ટ્વીટર) પર પોસ્ટ કરીને માહિતી આપી છેકે, વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા કચ્છના ધોરડોને બેસ્ટ ટૂરિઝમ વિલેજ તરીકે સન્માનિત કરવામાં આવ્યું હોવા અંગે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે પસંદ કરવામાં આવતા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરીને પૂછ્યું કે, તમે ધોરડોની તમારી ટ્રીપ ક્યારે બુક કરી રહ્યા છો? ગુજરાતના કચ્છના આ ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામનો ટેગ મળ્યો છે.