AMTSએ ફરી શરૂ કરી બાલા હનુમાન એક્સપ્રેસ, જાણો વધુ..
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસ દ્વારા ફરીથી બાલા હનુમાન એક્સપ્રેસ બસ શરૂ કરવામાં આવી રહી છે. ગુરુવારે સવારે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું.આ બસ કોટ વિસ્તારમાં ફરશે. અમદાવાદમાં જે રૂટ પર 6 વર્ષથી બસ સેવા બંધ હતી તે બસ સેવા પાંચમા નોરતાથી શરૂ કરવામાં આવી છે. હવે ભદ્રથી કાલુપુર વચ્ચે બાલા હનુમાન એક્સપ્રેસ દોડવાની શરૂ થઈ ગઈ છે. દર 20 મિનિટે મળી રહેશે આ બસ મળશે. એક્સપ્રેસ બસ સેવાની ટિકિટનો દર 5 રૂપિયા રાખવામાં આવ્યો છે. છેલ્લાં 6 વર્ષથી ગેરકાયદે દબાણોના કારણે મહત્વપૂર્ણ રૂટ પર બસ બંધ કરવાની નોબત આવી હતી.
બસના રૂટ: બાલા હનુમાન એક્સપ્રેસ ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, પાનકોરનાકા, ફુવારા, બાલા હનુમાન મંદિર, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા દરવાજા, શહેર કોટડા, કાલુપુર, રેવડી બજાર, ધના સુથારની પોળ, ઝવેરીવાડ, વીજળી ઘર, અપના બજાર અને તિલકબાગ વચ્ચે દોડશે. અમદાવાદ મહાનગર પાલિકાએ ભદ્ર આસપાસ સહિત સમગ્ર રૂટનાં તમામ દબાણો દૂર કરીને ફરીથી આ બસને ચાલુ કરી છે. આ બસની સવારે 6.30 વાગ્યાથી રાત્રે પોણા નવ વાગ્યા સુધી 44 ટ્રિપો ગોઠવવાવામાં આવશે.