આજે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, જાણો કયા મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. કેબિનેટના મંત્રીઓની હાજરીમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
-બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર થયેલી બ્રિજ દુર્ઘટના સંદર્ભે ચર્ચા થવાની છે.
-આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે. નરેન્દ્ર મોદીને 30-31 ઓક્ટોબરના પ્રવાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શકે છે.
-કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની અંગે પણ સમીક્ષા થવાની શક્યતા છે.
તહેવારોના સમયમાં BPL કાર્ડધારકોને અનાજ અને તેલ વિતરણ કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
-મગફળી, સોયાબીન સહિત ટેકાના ભાવે ખરીદી સંદર્ભે બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
-રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયોની સમીક્ષા કરવામાં આવી શકે છે.