વિધાનસભા ચૂંટણીને લઇ ચૂંટણી પંચે 7થી 30 નવેમ્બર સુધી એક્ઝિટ પોલ પર લગાવ્યો પ્રતિબંધ
લોકસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ કહેવાતી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી લઈને તમામ રાજકીય પક્ષો પુરજોશમાં પ્રચાર કરવામાં લાગી ગયા છે. તે વચ્ચે ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય 7 થી 30 નવેમ્બર સુધી કોઈપણ પ્રકારના એક્ઝિટ પોલના આયોજન અને તેના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. કમિશને આ અંગે નોટિફિકેશન જાહેર કર્યું છે.
વિવિધ પક્ષોના દિગ્ગજ નેતાઓ જુદા જુદા રાજ્યોમાં જઈને ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે, તો ચૂંટણી પંચ પણ શાંતિપૂર્ણ, કોઈપણ અવરોધ વિના ચૂંટણી યોજવા માટે સજ્જ થઈ ગયું છે, ત્યારે 5 રાજ્યોની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે આજે મોટો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચે 7થી 30 નવેમ્બર સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ લગાવ્યો છે. મધ્યપ્રદેશમાં 7 નવેમ્બર, છત્તીસગઢમાં બે તબક્કામાં 7 અને 17 નવેમ્બર, રાજસ્થાનમાં 23 નવેમ્બર, તેલંગણામાં 30 નવેમ્બરે અને મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન યોજાશે.