ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સૌથી મોટો ચુકાદો : પ્રજ્ઞેશ પટેલને મળ્યા જામીન
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં તથ્ય પટેલે રસ્તા પર ઉભેલા ૯ માસૂમ લોકોને કચડી નાંખ્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન મળ્યા છે. આ પહેલા કેન્સરની સારવાર માટે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી પણ જામીન માંગી ચૂકયો છે. પરંતુ ત્યારે તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. આજે ગુજરાત હાઇકોર્ટે જામીન અરજી પર સુનાવણી થતા પ્રજ્ઞેશ પટેલના જામીન મળી ગયા છે. વકીલે આપેલી માહિતી મુજબ પ્રજ્ઞેશ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમા 25 તારીખે થયેલી સુનાવણીમાં તેના મુખ્ય વકીલે દલીલ કરી હતી કે, પ્રજ્ઞેશ પટેલનો રોલ માત્ર અને માત્ર ધમકી પૂરતો છે. જેમા જામીન મળવા જોઇએ કારણ કે આ જામીનપાત્ર હોય છે. તે દિવસની સુનાવણી આજ પર ટળી હતી. આજે પ્રજ્ઞેશ પટેલને જામીન મળી ગયા છે.