ગાંધીનગર

પેથાપુર પાલિકા હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 અંતર્ગત ગાંધીનગર તાલુકાનો કાર્યક્રમ યોજાયો

ભારત સરકારના આહવાન થકી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે. મીલેટ્સ પાકોને લઇ ખેડૂતોમાં જાગૃતતા આવે અને તેમની આવકમાં વધારો થાય તે આશયથી આજરોજ પેથાપુર નગરપાલિકા હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત ગાંધીનગર તાલુકાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મિલેટસ પાકોનું વધુમાં વધુ ઉત્પાદન અને વપરાશ તેમજ કૃષિમાં આધુનિક તાંત્રિકતાઓ, પ્રાકૃતિક કૃષિ, ખેતી પાકોનું મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાપન બાબતે ખેડૂતોમાં જાગૃતતા આવે અને તેમની આવકમાં વધારો થાય તે આશયથી આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે ખેતીવાડી શાખા ગાંધીનગર દ્વારા તાલુકા કક્ષાના મેળાનું પેથાપુર નગરપાલિકા હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ખેડૂતોને ઉપસ્થિત મહેમાનો દ્વારા મિલેટસ પાકોનું વધુમાં વધુ ઉત્પાદન અને વપરાશ તેમજ કૃષિમાં આધુનિક તાંત્રિકતાઓ, પ્રાકૃતિક કૃષિ, ખેતી પાકોનું મૂલ્યવર્ધન અને બજાર વ્યવસ્થાપન બાબતે તેમજ ધાન્ય પાકો, પાક પદ્ધતિ રોગ જીવાત, પ્રાકૃતિક ખેતી તેમજ ખેતીવાડીની વિવિધ યોજનાઓની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે કાર્યક્રમમાં જુદા જુદા સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં ખાતર, નેનો યુરિયા, ડ્રિપ વગેરે જુદા જુદા સ્ટોલ ઉભા કરી ખેડૂતોને વિવિધ મુદ્દે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંદાજિત 700થી વધુ ખેડૂત ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમનો લાભ લીધો હતો.

 

 

 

આ કાર્યક્રમમાં કારોબારી સમિતિના ચેરમેન, ધારાસભ્ય, બાંધકામ સમિતિના ચેરમેન, ઉત્પાદન સહકાર સિંચાઇ સમિતિના ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તેમજ કૃષિ વૈગાનિકો, KVK રાંધેજા, જિલ્લા ખેતીવાડી શાખાનો સ્ટાફ, મદદનીશ ખેતી નિયામક, વિસ્તરણ અધિકારી, તેમજ ગાંધીનગર તાલુકા ખેતીવાડી સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x