ગુજરાત

વેરાવળમાં પાટિલનું સૂચક નિવેદન, કહ્યું- ડેરને તો હાથ પકડીને ખેંચી લાવીશ

લોકસભા ચૂંટણી પૂર્વે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલનું કોંગ્રેસમાં ભંગાણ પાડવાને લઈને જાહેર મંચ પરથી નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટિલ વેરાવળ ખાતે વિમ્સ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના લોકાર્પણ માટે પહોંચ્યા હતાં.

હાસ્ય કલાકાર માયાભાઈ આહીર દ્વારા સોમનાથ નજીક બનાવવામાં આવેલી ખાનગી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત સી.આર પાટીલે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરને ભાજપમાં ખેંચી લાવવાની વાત કરી છે. એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે રાજુલાના કોંગ્રેસ ધારાસભ્ય અંબરીશ ડેરની હાજરીમાં નિવેદન કર્યું હતું,

કે ડેરને તો મારે એકવાર ખખડાવવા પડશે, ખખડાવવાનો મારો અધિકાર છે. એટલું જ નહિ તેઓએ કહ્યું હતું, કે “આપણે બસમાં બેસતા ત્યારે કેમ રૂમાલ મૂકી જગ્યા રાખતા તેમ અમે ડેર માટે જગ્યા રાખી મૂકી છે. સી આર પાટીલે જાહેર મંચ પરથી અમરીશ ડેરને આવકારતા કહ્યું હતું કે, થોડા સમય પૂર્વે બસમાં ખાલી સીટ પર તેમનો રૂમાલ રાખ્યો હતો. પરંતુ અમરીશ ડેર ચુકી ગયા હવે હું તેને હાથ પકડીને ભાજપમાં ખેંચી લાવીશ, અમરીશ ડેર મારા મિત્ર છે. સી આર પાટીલનું આ નિવેદન લોકસભાની ચૂંટણી પૂર્વે ખૂબ જ સૂચક માનવામાં આવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x