ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે દિવાળીની રજાઓ જાહેર, 5 દિવસનું મળ્યું મિની વેકેશન
ગુજરાત સરકારનાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા દિવાળીનાં તહેવારોને ધ્યાને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. દિવાળી પૂર્વે સરકારી કર્મચારીઓને મોટા ખુશખબર મળ્યા છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા આગામી 13 નવેમ્બરના રોજ રજા જાહેર કરવામાં આવી છે. જેથી સરકારી કર્મચારીઓને 11 થી 15 નવેમ્બર એમ 5 દિવસ સુધીનું મિની વેકેશન મળશે. જેમાં તા. 11.11.2023 ના રોજ બીજા શનિવારેની રજા. તા. 12.11.2023 નાં રોજ દિવાળીની રજા, તા.14.11.2023 ને મંગળવારનાં રોજ નૂતન વર્ષ દિન નિમિત્તે રજા તથા તા. 15.11.2023 નાં રોજ ભાઈબીજ નિમિત્તે રજા જાહેર કરવામાં આવી છે. તા. 13.11.2023 નાં રોજ અધિકારી/ કર્મચારીઓ તહેવાર માણી શકે કે માટે સરકારી કચેરીઓ (પંચાયત અને રાજ્ય સરકાર બોર્ડ, કોર્પોરેશન સહિત) બંધ રહેશે. જેનાં બદલે તા. 9.12.2023 નાં રોજ બીજા શનિવારનાં રોજ તમામ કચેરીઓ ચાલુ રહેશે. આગામી ડિસેમ્બર મહિનાની 9મી તારીખે બીજો શનિવાર હોવા છતાં સરકારી કચેરીઓમાં રાબેતા મુજબ કામકાજ ચાલુ જ રહેશે.