ગાંધીનગરમાંથી નકલી FCI અધિકારી ઝડપાતા ખળભળાટ
ગાંધીનગરમાંથી નકલી FCI અધિકારી ઝડપાયો છે. સેક્ટર-21ના પોલીસ સ્ટેશનમાં પુણ્યદેવ રાય નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમાં જણાવ્યું કે, FCIના અધિકારીના નામે નકલી વિઝિટિંગ કાર્ડ બનાવ્યા હતા. બોગસ વિઝિટિંગ કાર્ડ બનાવી પોલીસ ભવનમાં આરોપી પ્રવેશ્યો હતો. આરોપીએ રામલીલામાં ભાગ લેવા પોલીસ અધિકારીને આમંત્રણ આપ્યુ હતું. આરોપી પુણ્યદેવ રાય મૂળ બિહારનો અને હાલ ગાંધીધામમાં રહેતો હોવાની માહિતી સામે આવી છે