લીંબડી હાઇ-વે પર પૂર્વ CMના કાફલાનો બાઈક સાથે અકસ્માત, પૂર્વ CM રૂપાણી મદદે દોડી આવ્યા
રાજ્યમાં દરરોજ અસંખ્ય અકસ્માતો થાય છે, સુરેન્દ્રનગર વિસ્તારમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો હોવાના મળી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પાઈલોટિંગ કરતી કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. ચોરણીયા ગામના પાટિયા પાસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાઈલોટિંગ કરી રહેલા કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી છે. મળેલી વિગતો અનુસાર, લીંબડી હાઇ-વે પર પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો છે. વિજય રૂપાણીની પાઈલોટિંગ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો, જેણે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાની પોલીસ પાયલોટિંગ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂર્વ CM રૂપાણીના કાફલાની પોલીસ પાયલોટિંગ કાર હાઇવે પરથી પસાર થતાં એક બાઇકને અથડાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનામાં બાઇક સવાર એક વ્યક્તિને પગના ભાગે ઇજા પહોંચતા પૂર્વ CM રૂપાણીએ પોતાની કારમાંથી ઉતરી તાત્કાલિક ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવાની કવાયત કરી હતી.