ગાંધીનગર સહિતના શહેરોમાં દિવાળીની ખરીદીને લઈ બજારો ઉભરાયા
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારોમાં દિવાળીનો ઉત્સાહ નજરે પડી રહ્યો છે અને લોકો બે હાથે ખરીદી કરતા જોવા મળ્યા છે. ગાંધીનગર, અમદાવાદ સહિતના શહેરોમાં દિવાળીની ધૂમ ખરીદીની ભીડ બજારોમાં જોવા મળી રહી છે. ગાંધીનગર, અમદાવાદ સહિત શહેરોમાં પણ દિવાળીનો માહોલ જામ્યો છે. બાજરોમાં લોકોની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. અવનવી ડિઝાઈનનાં કપડાની લોકો ખરીદી રહ્યા છે. દિવાળી તહેવારને લઈને બજારો ગ્રાહકોથી ઉભરાઈ રહ્યા છે. દિવાળી તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી છે.
વિવિધ બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. તો આ ખરીદી અંને ભીડ ને લઈ વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. સાથે સાથે દિવાળીના તહેવાર ને લઈ વેપારીઓ પણ ગ્રાહકોને અવનવી ઓફરો આપીને વધુ ખરીદી કરવા પ્રેરી રહ્યા છે. દિવાળીના પર્વને લઈને લોકો ધોમ ખરીદી કરી રહ્યા છે. કોઈ કપડાની, તો કોઈ ઘર સજાવવા માટેની સામગ્રીની ખરીદી કરી રહ્યું હતું. વેપારીઓ માટે પણ સારી કમાણીના દિવસો આવ્યા છે. સામાન્ય દિવસોમાં જે કમાણી થતી હતી તેનાથી 10 ગણી કમાણી થઈ રહી છે.