દિવાળીના તહેવારો દરમિયાન લોકોને સાવચેત રહેવા દહેગામ પોલીસની અપીલ
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ દિવાળીના તહેવારો દરમિયાન લોકો કામગીરી અને ખરીદીમાં વ્યસ્ત હોય છે આ તકનો લાભ લઇ ચોરો ઘરમાં હાથ ફેરો કરતા હોય છે. આ તહેવારો દરમિયાન ચોરીના બનાવો ન બને અને લોકોની સાવચેરી જળવાઈ રહે તે માટે દહેગામ પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે અને તેના ભાગ રૂપે આ દિવાળીના તહેવારો દરમિયાન ચોરીના બનાવો અટકાવવા અને લોકોને સાવચેતી રાખવા એક પોસ્ટર જાહેર જાહેર કર્યું અને અને લોકોને સોશિયલ મીડિયા મારફતે પણ આ વિષે જાગૃત કરવામાં આવ્યા છે અને આ પોસ્ટર દ્વારા દહેગામ તાલુકા પોલીસ દ્વારા લોકોને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે.
દિવાળીના તહેવારોમાં ઘરો બંધ હોવાથી ચોરો આવા ઘરને નિશાન બનાવતા હોય છે. આવા ચોરીના બનાવ અટકાવવા દહેગામ પોલીસે પોસ્ટર જાહેર કરી લોકોને ચોરોથી સાવધ રહેવા જાગૃત અપીલ કરી છે અને કેટલાક પગલાં લેવા અપીલ કરી છે.
આગામી દિવાળીના તહેવારમાં ચોરીના બનાવો બનતા અટકાવવા તકેદારી અને સાવચેતી રાખવા દહેગામ પોલીસે કરી જાહેર અપીલ
-આ ગામમાં/સોસાયટીમાં કોઈને પોતાનું ઘર બંધ કરી બહાર ગામ જવાનું થાય તો ઘરમાં કિંમતી સરસામાન દર દાગીના પૈસા સાથે લઈ જવા અથવા ઘરના સભ્યો પૈકી એક માણસે અવશ્ય ઘરે રહેવુ અથવા વિશ્વાસુ સગાં સંબંધીને સોંપીને જવુ.
-ચોર ઈસમો ગામ/સોસાયટીમાં બંધ મકાનની રેકી કરી ટાર્ગેટ બનાવી ચોરી કરતાં હોય છે જેથી બંધ મકાનમાં પડેલ કિંમતી દર-દાગીના બેંક લોકરમાં તથા રોકડ રકમ બેંક ખાતામાં મુકવાનો આગ્રહ રાખવો.
-બજારમાં ખરીદી કરતી વખતે ભીડભાડ વાળી જગ્યાએ સોનાના દર-દાગીના પહેરીને જવાનુ ટાળવુ તથા પોતાના સર-સામાનનું ધ્યાન રાખવું તથા આજુબાજુમાં કોઇ શંકાસ્પદ અજાણ્યા માણસો જણાય તો નજીકના ઓળખિતા પબ્લિકના માણસો તથા પોલીસને જાણ કરવી.
– બેંકમાં રોકડ લેવા/મુકવા જતી વખતે સાવચેતી રાખવી તથા મોટી રોકડ સાથે રાખી મુસાફરી કરવાનુ ટાળવુ અથવા તો બીજી વ્યક્તિને સાથે રાખવી,
-અજાણ્યા ઈસમો તેમજ અજાણ્યા ફેરીયા તથા મોઢા બાંધેલ કે શંકાસ્પદ પહેરવેશ વાળા શંકાસ્પદ વ્યક્તિઓ વિગેરેને સોસાયટી ફળીયામાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ રાખવો અથવા તેના નામ સરનામાનુ આઈડી પ્રુફ જોઈ પુછપરછ કરી નામ સરનામુ તથા મોબાઈલ નંબર તેમજ વાહન નંબરની વિગત નોંધવી અને શંકા જણાયેથી તાત્કાલિક પોલીસને જાણ કરવી.
-ઘરકામ કરનાર ઘરઘાટી અંગે યોગ્ય ખાતરી તપાસ કરી તેના પુરા નામ સરનામા મેળવી રાખવા અને તેની પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવી.
-મંદિરના પુજારી તથા ટ્રસ્ટીએ મંદિરની દાનપેટીમાં રોકડ રકમ નહીં રાખવા તેમજ દેવી-દેવતાઓને પહેરાવેલ દર દાગીના સુરક્ષિત જગ્યાએ મુકવા.
-સોસાયટીમાં સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને લાગેલ હોય તો તે ચાલુ હાલતમાં છે અને બરાબર રેકોર્ડીંગ થાય છે કે કેમ? તેમજ કેમેરાના લેન્સની સાફ સફાઈ કરાવી તેનુ જવાબદાર વ્યક્તિએ ધ્યાન રાખવુ.
-આ સોસાયટીમાં સિક્યુરીટીના માણસો અવશ્ય રાખવા અને યોગ્ય ખાતરી તપાસ કરી તેના પુરા નામ સરનામાના આધાર પુરાવા મેળવી રાખવા અને સિક્યુરીટીના માણસો રાત્રે સોસાયટીમાં જાગે છે કે કેમ? તેની ખાતરી કરવી,
-કોઇપણ ઈમરજન્સીના ભાગરૂપે અથવા પોલીસ મદદની જરૂર માટે ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમના ફોન નંબર 100 અથવા દહેગામ પોલીસ સ્ટેશનના ફોન નંબર 6359524932 ઉપર સંપર્ક કરવા પોસ્ટર વાયરલ કરી સોશિયલ મીડિયા મારફતે લોકોને અપીલ કરવામાં આવી છે.