કટ્ટરવાદના પ્રચારના આક્ષેપને કારણે ફ્રાન્સમાં 20 મસ્જિદોને લાગ્યાં તાળાં
ફ્રાન્સ સરકારે ડિસેમ્બથી હાલ સુધીમાં 20 મસ્જિદ અને પ્રાર્થનાગૃહોને તાળાં માર્યાં છે. અધિકારીઓએ આક્ષેપ મૂક્યો હતો કે તે મસ્જિદ અને પ્રાર્થનાગૃહમાં કટ્ટરપંથી વિચારધારા શીખવાતી હતી. ફ્રાન્સના ગૃહપ્રધાન બર્નાર્ડ કૈજેઉન્વેએ મસ્જિદો બંધ થઈ હોવાની માહિતી આપી હતી. ગૃહપ્રધાને ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે કટ્ટરવાદ સામે ચાલી રહેલાં અભિયાનના ભાગરૃપે 20 મસ્જિદોને તાળાં મારવામાં આવ્યાં છે.
ફ્રાન્સે આ નિર્ણય લીધા પછી ભારતમાં વસી રહેલી બાંગ્લાદેશની લેખિકા તસલિમા નસરીને કહ્યું હતું કે બાકીના દેશ આવો નિર્ણય ક્યારે લેશે? ટ્વિટ કરતાં તસલિમાએ કહ્યું કે ફ્રાન્સમાં કટ્ટરવાદીઓને પદાર્થપાઠ ભણાવવા 20 મસ્જિદોને તાળાં મારવામાં આવ્યાં છે. બાકીના દેશોએ આવાં પગલાં લેવાં જોઇએ?