છેલ્લા જાહેર કાર્યક્રમમાં આનંદીબહેન પટેલે અંગદાનની જાહેરાત કરી
મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપ્યા બાદ આનંદીબહેન પટેલે આજે સુરતના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આમ તો તેમણે ગઈકાલે જ રાજ્યપાલને પોતાનુ રાજીનામુ સોંપી દીધું, પરંતુ આજે મુખ્યમંત્રીના તરીકે તેમને એક છેલ્લા જાહેર કાર્યક્રમમાં હાજરી આપવાની હતી. જેમાં તેમણે વધુ એક જાહેરાત કરી હતી. તેઓ પોતે અંગદાન કરશે તેવી જાહેરાત તેમણે આ કાર્યક્રમમાં કરી હતી.
રાજયના મુખ્ય પ્રધાન તરીકે છેલ્લા જાહેર સમારોહમાં આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે તબીબો બ્રેન ડેડ જાહેર કરે એટલે સ્વજન મુત્યુ પામ્યા છે તેવું માની લેવાનું. આ વાત સ્વીકારવી મુશ્કેલ છે, પરંતુ તેમનું અંગ દાન કરવામાં આવે તો ચાર પાંચ વ્યકતિની જીંદગી બચે. જીંદગી બચાવવાથી મોટું કોઇ પુર્ણય નથી. તબીબો ૮૫ વર્ષે પણ હોસ્પીટલમાં ઓપરેશન કરે છે જયારે આપણે ૭૦ વર્ષ થાય એટલે બહુ થયંુ, બહુ સેવા કરી એમ કહી ઘરમાં બેસી જઇએ છીએ એવી સુચક ટકોર તેમણે કરી હતી. આ સમારોહમાં તેમણે અંગદાનની જાહેરાત કરી હતી.
Close ad X
ડોનેટ લાઇફ સંસ્થા દ્રારા અંગ દાન કરનાર સ્વજનના પરિવારજનો તથા આ કાર્યમાં ફાળો આપનાર તબીબોનું જાહેર સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજયના મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના હસ્તે અંગ દાન કરનાર સ્વજનોના પરિવારજનોનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ડોનેટ લાઇફ મોબાઇલ એપ્લીકેશન તથા ટોલ ફ્રી નંબર ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જાહેર સમારોહને સંબોધતા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં હજારો લોકાર્પણ અને ખાતમુર્હત કર્યા છે, પરંતુ આ પ્રકારે અંગ દાન કરનારનું સન્માન કરવાનો પહેલો કાર્યક્રમ છે.
મારા બહેનનું અંગદાન કર્યું ત્યારે જેમને ઓર્ગન મળ્યા હતા તે પરિવારને મળી હતી. એ સમયે તેમના ચહેરા પર આનંદ જોઇ સંતોષ થયો હતો. અમદાવાદની કીડની હોસ્પીટલને કીડની ટ્રાન્સપ્લાન્ટ યુનીવર્સીટીનો દરરજો આપવામાં આવ્યો છે. આ યુનીવર્સીટીમાં ટ્રાન્સપ્લાન્ટ ઉપરાંત રીસર્ચ વર્ક થશે. આપણે તબીબોને ભગવાનનો દરજજો આપ્યો છે. તબીબો પણ કેવા છે ? વિદેશોમાં કરોડોની આવક છોડી ગુજરાતમાં આવે અને આવા પરિવારોની મદદ કરે. રીસર્ચ કરે. તે પણ કેવી ઉમરે અમદાવાદના ડો.એચ.એસ.ત્રિવેદી ૮૫ વર્ષની વયે પણ હોસ્પીટલમાં ઓપરેશન કરે છે જયારે આપણે તો ૭૦ વર્ષ થયા એટલે બહુ થયું. બહુ સેવા કરી એમ કહી ઘરમાં બેસી જઇએ છીએ જયારે તબીબો ૮૫ વર્ષની ઉમરે દર્દીને બચાવવાનો પ્રયાસ કરે છે.
રૂપિયાનું ડોનેશન તો બધા જ કરે છે, પણ અંગ દાનનો જ મહિમા છે એમ કહી તેમણે જણાવ્યું હતું કે મે પણ મારા પરિવારજનોને કહ્યુ છે કે ભગવાનના ઘરે જવાના હોઇએ ત્યારે મારા અંગોનું પણ ડોનેશન કરી દેજો. જે બ્રેન ડેડ છે તેને બે કે ચાર મહિના જીવતા રાખવાનો કોઇ અર્થ નથી. સમય આવે ત્યારે સમયસર નિર્ણય કરી લોકોની જીંદગી બચાવાય તે જરુરી છે.