ગાંધીનગરગુજરાત

ગુજરાત સરકારે 17 PSIને PI તરીકેનું આપ્યું હંગામી પ્રમોશન

ગુજરાત સરકારે 17 PSI અધિકારીઓને PI તરીકે પ્રમોશન આપ્યાના સમાચાર હાલ મળી રહ્યા છે જેના કારણે રાજ્યના પોલીસ બેડામાં ખુશીનો માહોલ છવાયો છે. રાજ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 17 પોલીસ સબ ઈન્સ્પેક્ટર વર્ગ-3નાઓને પોલીસ ઈન્સ્પેક્ટર વર્ગ-2 સંવર્ગમાં તદ્દન હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે.

રાજ્યમાં કેટલાક સમયથી અસામાજિક તત્ત્વો લુંટારાઓ-બેફામ બની પોલીસને પડકાર ફેંકી રહ્યા હતા, ત્યારે PSIમાંથી PI પોલીસ ટીમમાં સામેલ થઈ શહેરની સલામતી માટે તૈનાત થશે. ગુજરાત સરકારે ASIમાંથી PSI પ્રમોશનને મંજૂરી આપી છે. એટલે કે 538 ASI ને PSI ની પ્રમોશન આપવામાં આવ્યું છે. ગૃહ વિભાગે હંગામી ધોરણે શરતોને આધીન આ પ્રમોશન આપ્યું છે. હવે આ તમામ 538 બિન હથીયારી ASI અધિકારીઓને PSI પોલીસ અધિકારી તરીકે પ્રમોશન અપાયું છે, જેઓ અલગ અલગ જગ્યાએ PSI તરીકે ફરજ બજાવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x