રમતગમત

વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો વિરાટ કોહલી

બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ODI વર્લ્ડ કપની સેમિફાઇલ મેચ યોજાઈ હતી. જેમાં આ મેચને લઇ ક્રિકેટ ચાહકોમાં ઘણો રોમાંચ જોવા મળ્યો હતો. આ મેચ દરમિયાન ઘણા રિકોર્ડ બ્રેક થયા છે અને નવા રચાયા છે. ભારતના શામીની બોલિંગ સામે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો ધરાશાયી થઇ ગયા હતા અને શામીએ 7 વિકેટ લઈને ન્યુઝીલેન્ડ ટીમને ઓલઆઉટ કરી હતી. સાથે સાથે ભારતીય ક્રિકેટ ટીમ ચોથી વખત ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ મેચ દરમિયાન વિરાટ કોહલીએ મોટો રેકોર્ડ બ્રેક કર્યો છે અને નવો રેકોર્ડ સર્જ્યો છે. કોહલીએ આ મેચમાં પોતાની 50મી સદી પૂરી કરી હતી. આ સદી ફટકારીને કોહલીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો 49 સદીનો રેકોર્ડ તોડી નાખ્યો. હવે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ વિરાટ કોહલીએ પોતાના નામે કર્યો છે. ODI વર્લ્ડ કપ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *