રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભર શિયાળે છવાયો વરસાદી માહોલ
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોના હવામાનમાં એકાએક પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં કરાયેલી વરસાદની આગાહી મુજબ ભર શિયાળે વરસાદી માહોલ છવાતા ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થઈ ગ્યો છે. વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે.