રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ ટનલમાંથી બહાર આવેલા કામદારોના ખબરઅંતર પૂછ્યા

સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને સફળતાપૂર્વક બચાવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેને થોડા સમય માટે અહીં રાખવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદીએ મજૂરો સાથે ફોન પર વાત કરી હતી. અને કામદારોની ખબરઅંતર પૂછ્યા હતા. સાથે સાથે વડાપ્રધાને ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીને ફોન કરીને કામદારોને સુરક્ષિત બહાર કાઢવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તથા કામદારોની સ્થિતિ વિશે પણ માહિતી મેળવી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમની બહાદુરી અને દૃઢ નિશ્ચયએ આપણા મજૂર ભાઈઓને નવું જીવન આપ્યું છે. આ મિશનમાં સામેલ દરેક વ્યક્તિએ માનવતા અને ટીમ વર્કનું અદ્ભુત ઉદાહરણ સ્થાપિત કર્યું છે. વડા પ્રધાને ટ્વિટર પર પોસ્ટ કર્યું અને કહ્યું, “ઉત્તરકાશીમાં અમારા મજૂર ભાઈઓના બચાવ અભિયાનની સફળતા દરેકને ભાવુક કરી દેશે. સુરંગમાં ફસાયેલા મિત્રોને હું કહેવા માંગુ છું કે તમારી હિંમત અને ધૈર્ય દરેકને પ્રેરણા આપે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x